દિલ્હી રેલીમાં ગેરહાજર રહેવા બદલ કોંગ્રેસના 60 હોદ્દેદારો સસ્પેન્ડ

દિલ્હી રેલીમાં ગેરહાજર રહેવા બદલ કોંગ્રેસના 60 હોદ્દેદારો સસ્પેન્ડ

દિલ્હી,

પરિવારમાં લગ્ન, મૃત્યુ અને બાળકના જન્મ જેવા કારણો આપતા નેતાઓમાં રોષ

દિલ્હીના રામલીલા મેદાનમાં યોજાયેલી INDIA બ્લોકની મહત્વપૂર્ણ રેલીમાં ગેરહાજર રહેવું મધ્યપ્રદેશ યુથ કોંગ્રેસના 60 હોદ્દેદારોને ભારે પડ્યું છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ શક્તિપ્રદર્શનમાં ભાગ ન લેવા બદલ પક્ષે 9 જિલ્લા પ્રમુખો સહિત 60 હોદ્દેદારોને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે.

સસ્પેન્ડ કરાયેલા આ નેતાઓમાં 5 ઉપપ્રમુખ, 14 મહામંત્રી અને 32 સચિવોનો પણ સમાવેશ થાય છે. આ કાર્યવાહી બાદ સસ્પેન્ડેડ નેતાઓએ પોતાની સફાઈમાં જણાવ્યું હતું કે તેઓ પરિવારમાં લગ્ન, બીમારી, કાકાનું અવસાન તેમજ ભત્રીજાના જન્મ જેવા અનિવાર્ય પારિવારિક પ્રસંગો અને કારણોસર રેલીમાં ઉપસ્થિત રહી શક્યા નહોતા. નેતાઓએ સંગઠનની આ એકતરફી કાર્યવાહી સામે નારાજગી વ્યક્ત કરીને દલીલ કરી હતી કે સસ્પેન્ડ કરતા અગાઉ તેમને નોટિસ આપીને ખુલાસો માંગવો જોઈતો હતો.

You may also like

દિલ્હી રેલીમાં ગેરહાજર રહેવા બદલ કોંગ્રેસના 60 હોદ્દેદારો સસ્પેન્ડ

દિલ્હી રેલીમાં ગેરહાજર રહેવા બદલ કોંગ્રેસના 60 હોદ્દેદારો સસ્પેન્ડ

ઈરાન સાથે જોડાણ હોવાનું કહી ૯ ભારતીય કંપનીઓ પર અમેરિકી પ્રતિબંધ

ઈરાન સાથે જોડાણ હોવાનું કહી ૯ ભારતીય કંપનીઓ પર અમેરિકી પ્રતિબંધ

બોલિવૂડ કલાકારોને ધમકી આપનાર બેંગલુરુનો એન્જિનિયર ઝડપાયો

બોલિવૂડ કલાકારોને ધમકી આપનાર બેંગલુરુનો એન્જિનિયર ઝડપાયો

અમદાવાદમાં લાગુ થઈ નવી ડિમોલિશન પોલિસી: હવે માત્ર દિવસના સમયે જ તોડી શકાશે જર્જરિત બાંધકામો

અમદાવાદમાં લાગુ થઈ નવી ડિમોલિશન પોલિસી: હવે માત્ર દિવસના સમયે જ તોડી શકાશે જર્જરિત બાંધકામો