ઈરાન સાથે જોડાણ હોવાનું કહી ૯ ભારતીય કંપનીઓ પર અમેરિકી પ્રતિબંધ

ઈરાન સાથે જોડાણ હોવાનું કહી ૯ ભારતીય કંપનીઓ પર અમેરિકી પ્રતિબંધ

ચંદીગઢ,

ચંદીગઢથી નકલી મરીન રજિસ્ટ્રેશન નેટવર્ક ચલાવતા દંપતી સામે ટ્રમ્પ સરકારની કડક કાર્યવાહી

અમેરિકાની મિડટર્મ ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીની હાર બાદ અમેરિકી પ્રશાસને ઈરાનના પ્રતિબંધિત તેલ કારોબારને મદદ કરવાના આરોપસર અમેરિકી નાણા મંત્રાલય દ્વારા 'ઓપરેશન ઈકોનોમિક આઉટકાસ્ટ' હેઠળ કાર્યવાહી કરીને ચંદીગઢથી સંચાલિત ૯ ભારતીય કંપનીઓ તથા તેના સૂત્રધારો સામે આકરા પ્રતિબંધો જાહેર કરવામાં આવ્યા છે.

ભારતીય ઉદ્યોગપતિ સુનીલ કુમાર શર્મા અને તેમની પત્ની જસપ્રીત પ્રીતિ શાહિદ ચંદીગઢ ખાતેથી એક ગેરકાયદે મરીન રજિસ્ટ્રેશન નેટવર્ક ચલાવતા હતા. આ દંપતી અને તેમની કંપનીઓએ ઈરાની તેલ વહન કરતા જહાજોને આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોમાંથી બચાવવા માટે અરુબા, ગિયાના, મોઝામ્બિક, મલાવી, સિન્ટ માર્ટેન અને તિમોર-લેસ્તે જેવા દેશોના બનાવટી સમુદ્રી રજિસ્ટ્રેશન અને નકલી ફ્લેગ સર્ટિફિકેટ પૂરા પાડ્યા હતા. આ સમગ્ર ષડયંત્ર ઈરાની તેલના ગેરકાયદે વેપારને પ્રોત્સાહન આપતું હોવાથી અમેરિકાએ ભારતીય કારોબારી દંપતી અને તેમની તમામ ૯ કંપનીઓ પર તાત્કાલિક અસરથી બેન લગાવી દીધો છે.

You may also like

દિલ્હી રેલીમાં ગેરહાજર રહેવા બદલ કોંગ્રેસના 60 હોદ્દેદારો સસ્પેન્ડ

દિલ્હી રેલીમાં ગેરહાજર રહેવા બદલ કોંગ્રેસના 60 હોદ્દેદારો સસ્પેન્ડ

ઈરાન સાથે જોડાણ હોવાનું કહી ૯ ભારતીય કંપનીઓ પર અમેરિકી પ્રતિબંધ

ઈરાન સાથે જોડાણ હોવાનું કહી ૯ ભારતીય કંપનીઓ પર અમેરિકી પ્રતિબંધ

બોલિવૂડ કલાકારોને ધમકી આપનાર બેંગલુરુનો એન્જિનિયર ઝડપાયો

બોલિવૂડ કલાકારોને ધમકી આપનાર બેંગલુરુનો એન્જિનિયર ઝડપાયો

અમદાવાદમાં લાગુ થઈ નવી ડિમોલિશન પોલિસી: હવે માત્ર દિવસના સમયે જ તોડી શકાશે જર્જરિત બાંધકામો

અમદાવાદમાં લાગુ થઈ નવી ડિમોલિશન પોલિસી: હવે માત્ર દિવસના સમયે જ તોડી શકાશે જર્જરિત બાંધકામો