NA જમીન પર 7/12 નાબૂદ, હવે પ્રોપર્ટી કાર્ડ જ સર્વોપરી પુરાવો Oct 28, 2026 ગાંધીનગર,ડિજિટલ રેકોર્ડ થકી જમીન વ્યવહારો બનશે પારદર્શકગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યના જમીન અને મિલકત ધારકો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં હવે બિન ખેતી (NA) થયેલી જમીનો માટે ચાલતો ગામ નમૂના નંબર 7/12 (સાત-બારનો ઉતારો) સત્તાવાર રીતે રદ કરી દેવામાં આવ્યો છે અને તેની જગ્યાએ હવે માત્ર 'પ્રોપર્ટી કાર્ડ' જ કાનૂની પુરાવો ગણવામાં આવશે.સરકારના આ સીમાચિહ્નરૂપ નિર્ણયથી ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતમાં પ્રોપર્ટીનું ખરીદ-વેચાણ, ટાઈટલ ક્લિયરન્સ અને બેંકોમાંથી લોન મેળવવાની પ્રક્રિયા અતિશય સરળ તથા ઝડપી બનશે. અત્યાર સુધી NA જમીનોમાં પણ 7/12 અને પ્રોપર્ટી કાર્ડ બંને રાખવાની થતી ઝંઝટમાંથી નાગરિકોને મોટી રાહત મળશે. આ વ્યવસ્થાથી જમીન મહેસૂલ રેકોર્ડ વધુ પારદર્શક બનશે તેમજ દસ્તાવેજી કામકાજમાં થતી મૂંઝવણનો કાયમ માટે અંત આવશે. Previous Post Next Post