ટ્રેનોમાં રાત્રે 11થી સવારે 5 વાગ્યા સુધી મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ બંધ રહેશે Oct 28, 2026 નવી દિલ્હી,સલામતી માટે ભારતીય રેલવે બોર્ડનો સખત આદેશટ્રેનોમાં આગની દુર્ઘટનાઓ અટકાવવા માટે હવે રાત્રે 11:00 વાગ્યાથી સવારે 5:00 વાગ્યા સુધી ટ્રેનના કોચમાં આવેલા તમામ મોબાઇલ ચાર્જિંગ પોઈન્ટ બંધ રાખવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.દક્ષિણ પૂર્વ રેલવે ક્ષેત્રમાં ચાર્જિંગ પર મૂકેલી પાવર બેંક ફાટવાની અને શોર્ટ સર્કિટ થવાની ગંભીર ઘટના સામે આવ્યા બાદ રેલવે બોર્ડ દ્વારા આ નિયમનું કડક પાલન કરાવવા માટે તમામ ઝોનલ રેલવેને સૂચના આપવામાં આવી છે. આ નિર્ધારિત સમય દરમિયાન રાત્રિના સમયે ચાર્જિંગ સુવિધા બંધ રાખવાની જવાબદારી રેલવે સ્ટાફની રહેશે અને નિયમભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે. Previous Post Next Post