અમદાવાદ RTOમાં કાર લાયસન્સ ટેસ્ટમાં ૮૦ ટકા અરજદારો નિષ્ફળ Oct 29, 2026 અમદાવાદ,અત્યાધુનિક ટ્રેક પર પાર્કિંગના નિયમોમાં ભૂલો ભારે પડતા ૨ મહિનાનું લાંબું વેઇટિંગઅમદાવાદના સુભાષબ્રિજ ખાતે આવેલી RTO કચેરીમાં ડ્રાઇવિંગ લાઈસન્સ માટે કરોડો રૂપિયાના જંગી ખર્ચે તૈયાર કરાયેલા અત્યાધુનિક ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર કડક નજર રાખવા માટે ૧૬ AI કેમેરા અને પાંચ CCTV કેમેરા તૈનાત કરવામાં આવ્યા છે. આ હાઇટેક વ્યવસ્થાના કારણે કાર ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા આવતા અંદાજે ૮૦ ટકા જેટલા વાહનચાલકો નાપાસ થઈ રહ્યા હોવાના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.નવી સિસ્ટમ મુજબ, વાહનચાલકોએ ટેસ્ટ આપતા પહેલા ફરજિયાતપણે માર્ગ સલામતીનો વીડિયો નિહાળવો પડે છે. ત્યારબાદ ટ્રેક પર ૭ મિનિટની ચોક્કસ સમયમર્યાદામાં રિવર્સ ડ્રાઇવિંગ, 'H' ટ્રેક અને બોક્સ પાર્કિંગ જેવી ટફી પ્રક્રિયાઓ પૂર્ણ કરવાની હોય છે. જરાક પણ ચૂક થતાં જ AI કેમેરા સિસ્ટમ દ્વારા ભૂલ પકડાઈ જાય છે, જેના લીધે સુશિક્ષિત અને અનુભવી લોકો પણ ટેસ્ટ પાસ કરી શકતા નથી. પરિણામે, ડ્રાઇવિંગ ટેસ્ટની ફ્રેશ એપોઇન્ટમેન્ટ માટે હાલ આશરે બે મહિના જેટલું લાંબું વેઇટિંગ ચાલી રહ્યું છે. Next Post