સુરતમાં આરોગ્ય મંત્રીની હાજરીમાં જ 'બોગસ ડોક્ટર'ને આપી દેવાયો એવોર્ડ!

સુરતમાં આરોગ્ય મંત્રીની હાજરીમાં જ 'બોગસ ડોક્ટર'ને આપી દેવાયો એવોર્ડ!

સુરત,

નવસારી SOG ના હાથે અગાઉ ઝડપાયેલા નકલી ડોક્ટરનું 'આયુર્વેદ સેવા રત્ન'થી સન્માન

સુરત ચેમ્બર ઓફ કોમર્સના નેજા હેઠળ યોજાયેલા 'વંદે આયુકોન-૩' નામના કાર્યક્રમ દરમિયાન રાજ્યના આરોગ્ય મંત્રીની ઉપસ્થિતિમાં જ એક વિવાદિત વ્યક્તિને 'આયુર્વેદ સેવા રત્ન એવોર્ડ' આપીને સન્માનિત કરવામાં આવ્યો હતો. સન્માનિત થયેલી આ વ્યક્તિનો ભૂતકાળ શંકાસ્પદ હોવાનું અને નવસારી એસઓજી દ્વારા ભૂતકાળમાં તેની નકલી/બોગસ ડોક્ટર તરીકે ધરપકડ કરવામાં આવી હોવાનું સામે આવતા ભારે વિવાદ સર્જાયો છે.

આ ઘટના વાયરલ થતાં જ સુરત અને આસપાસના વિસ્તારના ૫૭થી વધુ ડિગ્રીધારી આયુર્વેદિક તબીબોએ આયોજકોની બેદરકારી સામે તીવ્ર વિરોધ નોંધાવ્યો છે. તેમણે 'નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન' સમક્ષ લેખિત ફરિયાદ કરીને કડક કાર્યવાહીની માંગ કરી છે. વિવાદ વધતા આયોજક ડો. જીગ્નેશ અને ચેમ્બર ઓફ કોમર્સ વતી સ્પષ્ટતા કરવામાં આવી હતી કે સંબંધિત વ્યક્તિ પાસે ગુજરાત આયુર્વેદિક કાઉન્સિલનું યોગ્ય રજિસ્ટ્રેશન ન હોવાનું ધ્યાને આવતા જ તાત્કાલિક અસરથી તેનો એવોર્ડ પરત ખેંચી લેવામાં આવ્યો છે.

You may also like

અમદાવાદ RTOમાં કાર લાયસન્સ ટેસ્ટમાં ૮૦ ટકા અરજદારો નિષ્ફળ

અમદાવાદ RTOમાં કાર લાયસન્સ ટેસ્ટમાં ૮૦ ટકા અરજદારો નિષ્ફળ

સુરતમાં આરોગ્ય મંત્રીની હાજરીમાં જ 'બોગસ ડોક્ટર'ને આપી દેવાયો એવોર્ડ!

સુરતમાં આરોગ્ય મંત્રીની હાજરીમાં જ 'બોગસ ડોક્ટર'ને આપી દેવાયો એવોર્ડ!

દિવાળી-છઠ પહેલા દિલ્હી-કોલકાતા ફ્લાઇટનું ભાડું ₹૭૮,૦૦૦ને પાર

દિવાળી-છઠ પહેલા દિલ્હી-કોલકાતા ફ્લાઇટનું ભાડું ₹૭૮,૦૦૦ને પાર

'વોટ ચોરી' વિરુદ્ધ રાહુલ ગાંધીનું પહેલી નવેમ્બરે દિલ્હી કૂચનું આહવાન

'વોટ ચોરી' વિરુદ્ધ રાહુલ ગાંધીનું પહેલી નવેમ્બરે દિલ્હી કૂચનું આહવાન