દિવાળી-છઠ પહેલા દિલ્હી-કોલકાતા ફ્લાઇટનું ભાડું ₹૭૮,૦૦૦ને પાર Oct 29, 2026 નવી દિલ્હી,ટ્રેનોમાં ભીડ વચ્ચે એરલાઇન્સ કંપનીઓએ ટિકિટના દર સાત ગણા સુધી વધાર્યાદેશભરમાં દિવાળી અને છઠ પૂજા જેવા મહત્ત્વના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે ટ્રેનો અને બસોમાં કન્ફર્મ ટિકિટ મેળવવી અત્યંત મુશ્કેલ બનતા નાગરિકો મજબૂરીવશ હવાઈ મુસાફરીનો સહારો લઈ રહ્યા છે, જેનો લાભ લઈને એરલાઇન્સ કંપનીઓએ ફ્લાઇટના ભાડામાં ભારે ઉછાળો નોંધાવ્યો છે. સામાન્ય દિવસોની સરખામણીએ વિમાન ટિકિટના ભાવ બે થી સાત ગણા સુધી વધી ગયા છે.ખાસ કરીને દિલ્હીથી કોલકાતા જતી ફ્લાઇટ્સના ભાડા આસમાને પહોંચી ગયા છે. સામાન્ય દિવસોમાં સામાન્ય રીતે ₹૧૦,૦૦૦થી ₹૧૧,૦૦૦ની આસપાસ રહેતું આ રૂટનું વિમાન ભાડું વધીને હવે અંદાજે ₹૭૮,૬૯૪ સુધી પહોંચી ગયું છે. તહેવારો ટાણે જ ભાડામાં થયેલા આ અણધાર્યા અને પ્રચંડ વધારાને કારણે સામાન્ય મુસાફરોનું માસિક બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે અને તહેવારોમાં વતન જવાનું સપનું મોંઘું સાબિત થઈ રહ્યું છે. Previous Post Next Post