'વોટ ચોરી' વિરુદ્ધ રાહુલ ગાંધીનું પહેલી નવેમ્બરે દિલ્હી કૂચનું આહવાન

'વોટ ચોરી' વિરુદ્ધ રાહુલ ગાંધીનું પહેલી નવેમ્બરે દિલ્હી કૂચનું આહવાન

નવી દિલ્હી,

'ચલો દિલ્હી રામલીલા માર્ચ'ને દેશની આત્મા બચાવવાનું રાષ્ટ્રીય આંદોલન ગણાવ્યું

રાહુલ ગાંધીએ દેશના નાગરિકોને આવનારી ૧ નવેમ્બરે દિલ્હીના ઐતિહાસિક રામલીલા મેદાન ખાતે યોજાનારી 'ચલો દિલ્હી રામલીલા માર્ચ'માં મોટી સંખ્યામાં ઉમટી પડવા માટે હાકલ કરી છે. એક ખાસ વીડિયો સંદેશ દ્વારા તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ લડાઈ માત્ર કોઈ એક રાજકીય પક્ષ પૂરતી મર્યાદિત નથી, પરંતુ દેશની લોકશાહી, બંધારણની રક્ષા અને મતોની ચોરી અટકાવવા માટેનું એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય આંદોલન છે.

રાહુલ ગાંધીએ દેશવાસીઓને સંબોધતા જણાવ્યું કે, જે લોકો વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્ય ચૂંટણી કમિશ્નર જ્ઞાનેશ કુમારની નીતિઓ સામે અવાજ ઉઠાવવા માંગે છે અને લોકશાહીનું રક્ષણ કરવા ઈચ્છે છે, તે તમામ લોકોએ આ માર્ચમાં જોડાવું જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે આ લડાઈ દેશની આત્મા બચાવવાની લડાઈ છે, જેમાં પોલીસે કરેલી કાર્યવાહી કે ડરથી ગભરાયા વિના તમામ નાગરિકોએ એક થઈને આગળ આવવું પડશે.

You may also like

અમદાવાદ RTOમાં કાર લાયસન્સ ટેસ્ટમાં ૮૦ ટકા અરજદારો નિષ્ફળ

અમદાવાદ RTOમાં કાર લાયસન્સ ટેસ્ટમાં ૮૦ ટકા અરજદારો નિષ્ફળ

સુરતમાં આરોગ્ય મંત્રીની હાજરીમાં જ 'બોગસ ડોક્ટર'ને આપી દેવાયો એવોર્ડ!

સુરતમાં આરોગ્ય મંત્રીની હાજરીમાં જ 'બોગસ ડોક્ટર'ને આપી દેવાયો એવોર્ડ!

દિવાળી-છઠ પહેલા દિલ્હી-કોલકાતા ફ્લાઇટનું ભાડું ₹૭૮,૦૦૦ને પાર

દિવાળી-છઠ પહેલા દિલ્હી-કોલકાતા ફ્લાઇટનું ભાડું ₹૭૮,૦૦૦ને પાર

'વોટ ચોરી' વિરુદ્ધ રાહુલ ગાંધીનું પહેલી નવેમ્બરે દિલ્હી કૂચનું આહવાન

'વોટ ચોરી' વિરુદ્ધ રાહુલ ગાંધીનું પહેલી નવેમ્બરે દિલ્હી કૂચનું આહવાન