રાજકોટમાંથી ૮૦૦ કિલો અખાદ્ય નૂડલ્સ સહિત ૮૪૧ કિલો વાસી ખોરાક ઝડપાયો

રાજકોટમાંથી ૮૦૦ કિલો અખાદ્ય નૂડલ્સ સહિત ૮૪૧ કિલો વાસી ખોરાક ઝડપાયો

રાજકોટ,

માધાપર ચોકડી, કાલાવડ રોડ અને પરાબજારમાં ત્રાટકીને ૬ નમૂના લેવાયા

રાજકોટ મનપાની ફૂડ શાખાની ટીમે સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરીને માધાપર ચોકડી પાસે આવેલ 'ભારતી ફૂડ્સ', કાલાવડ રોડ પર સ્થિત 'વ્હાઈટ ફ્યુમ્સ કાફે' અને પરાબજાર વિસ્તારમાં આવેલા 'મા વૈષ્ણવી કેળા વેફર' ખાતે દરોડા પાડ્યા હતા. આ સ્થળોએથી આરોગ્ય માટે જોખમી અને વાસી ખાદ્યસામગ્રી મળી આવતા અધિકારીઓએ તાત્કાલિક ધોરણે તેનો નાશ કર્યો હતો. આ ઉપરાંત, ગુણવત્તાની ખાતરી કરવા માટે ફૂડ વિભાગે ઘટનાસ્થળેથી વિવિધ વાનગીઓ અને સામગ્રીના કુલ ૬ શંકાસ્પદ નમૂનાઓ લઈને ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. 

ચેકિંગ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાંથી ૮૦૦ કિલોગ્રામ જેટલા અખાદ્ય વાસી નૂડલ્સ સહિત કુલ ૮૪૧ કિલોગ્રામ જેટલો આરોગ્ય માટે હાનિકારક ખોરાકનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.