ઇન્સ્ટાગ્રામમાં લાંબા વીડિયો લાવવાની તૈયારીથી યુટ્યુબની ચિંતા વધી

ઇન્સ્ટાગ્રામમાં લાંબા વીડિયો લાવવાની તૈયારીથી યુટ્યુબની ચિંતા વધી

મુંબઈ,

નવા ફેરફારોની જાહેરાત, યુએસ અને બ્રાઝિલમાં ફીચરનું પરીક્ષણ શરૂ

ઇન્સ્ટાગ્રામ હવે માત્ર શોર્ટ-ફોર્મ રીલ્સ પૂરતું સીમિત નહીં રહેતા લોન્ગ-ફોર્મ હોરિઝોન્ટલ વીડિયો ક્ષેત્રે મોટું પગલું માંડી રહ્યું છે. આ અંગે પ્લેટફોર્મના વડા એડમ મોસેરી અને પ્રોડક્ટના વાઇસ પ્રેસિડેન્ટ ટેસા લાયન્સ દ્વારા ખાસ જાહેરાત કરવામાં આવી છે.

આ નવા અપડેટ હેઠળ યુઝર્સ શોર્ટ-ફોર્મ રીલ્સ દ્વારા સીધા જ લાંબા વીડિયો સુધી પહોંચી શકશે. અગાઉ એડમ મોસેરી લાંબા વીડિયોને લઈને થોડા સાવચેત હતા, પરંતુ હવે શોર્ટ અને લોન્ગ-ફોર્મ કન્ટેન્ટ વચ્ચે એક નવો જ સમન્વય સાધવામાં આવી રહ્યો છે. 

આ નવી સિસ્ટમથી પોડકાસ્ટ કે અન્ય લાંબા વીડિયોના નાના ક્લિપ્સ રીલ્સ તરીકે પ્રમોટ થઈ શકશે. હાલમાં આ નવું ફીચર યુનાઇટેડ સ્ટેટ્સ અને બ્રાઝિલ જેવા દેશોમાં પરીક્ષણ હેઠળ છે, જે આગામી સમયમાં વૈશ્વિક સ્તરે તમામ ક્રિએટર્સ માટે ઉપલબ્ધ બનશે અને તેમની કમાણીની પદ્ધતિને બદલી નાખશે.

You may also like

ન્યાયી ચૂંટણી થાય તો જ પરિણામ માન્ય રાખીશ: ટ્રમ્પની ધમકી

ન્યાયી ચૂંટણી થાય તો જ પરિણામ માન્ય રાખીશ: ટ્રમ્પની ધમકી

દક્ષિણ આફ્રિકામાં 696 ડબ્બા સાથે દોડી વિશ્વની સૌથી લાંબી ટ્રેન

દક્ષિણ આફ્રિકામાં 696 ડબ્બા સાથે દોડી વિશ્વની સૌથી લાંબી ટ્રેન

અમદાવાદમાં 1000 ફૂટની ઊંડાઈના 12 નવા બોરવેલ બનાવી જળ સંકટ સામે બાથ ભીડાશે