પોરબંદરમાં કેસર કેરીની છ મહિના વહેલી આવક, 10 કિલોના બોક્સનો ભાવ ₹14,500 Oct 28, 2026 પોરબંદર,અસામાન્ય તાપમાન અને ઓછા વરસાદના કારણે બદલાયું કુદરતી ચક્ર, માર્કેટ યાર્ડમાં યોજાઈ હરાજીગુજરાતમાં સૌરાષ્ટ્રની પ્રખ્યાત અને સ્વાદિષ્ટ ગણાતી કેસર કેરી સામાન્ય રીતે ઉનાળાની સિઝનમાં બજારમાં આવતી હોય છે, પરંતુ આ વર્ષે ઓક્ટોબર મહિનામાં જ અણધારી રીતે કેસર કેરીની આવક થતાં ખેડૂતો અને વેપારીઓ ભારે આશ્ચર્યમાં મુકાયા છે. સામાન્ય સિઝન કરતા લગભગ 6 મહિના વહેલી આવેલી આ કેરીને જોવા માટે પોરબંદર એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે લોકોની ભીડ જામી હતી.પોરબંદરના રાણાવાવ વિસ્તારમાંથી કેસર કેરીનાં 3 બોક્સ અને હનુમાનગઢ ગામના એક બગીચામાંથી 1 બોક્સ વેચાણ અર્થે આવ્યું હતું. આ માર્કેટ યાર્ડમાં યોજાયેલી હરાજી દરમિયાન ખરીદદારો વચ્ચે ભારે સ્પર્ધા જોવા મળી હતી, જેમાં 10 કિલોગ્રામના એક કેસર કેરીના બોક્સનો જંગી ભાવ રૂ. 14,500 સુધી બોલાયો હતો.આ વર્ષે ચોમાસા દરમિયાન અપૂરતો વરસાદ પડવો તેમજ અસામાન્ય રીતે ઊંચું તાપમાન રહેવાને કારણે કેરીના વૃક્ષોમાં મોર આવવાની અને ફળ બેસવાની પ્રક્રિયા પ્રભાવિત થઈ છે. આ આબોહવાકીય ફેરફારો અને બદલાતી પેટર્નને લીધે જ કેરી નિર્ધારિત સમય કરતાં છ મહિના અગાઉ જ પાકીને તૈયાર થઈ ગઈ છે. Previous Post Next Post