ગુજરાતમાં આજથી બે દિવસ કમોસમી વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ

ગુજરાતમાં આજથી બે દિવસ કમોસમી વરસાદની આગાહી, હવામાન વિભાગનું એલર્ટ

અમદાવાદ,

ચક્રવાતી સિસ્ટમની અસરોને પગલે રાજ્યના અનેક જિલ્લાઓમાં પલટાશે વાતાવરણ

ગુજરાતમાં એક તરફ જ્યાં બેવડી ઋતુ અને અસહ્ય ગરમીનો અનુભવ થઈ રહ્યો છે, ત્યાં બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યના વાતાવરણમાં મોટા પલટાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ચક્રવાતી પ્રણાલી અને વાવાઝોડાની સંભવિત અસર હેઠળ ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ વરસવાની દહેશત ઊભી થઈ છે.

આજે તારીખ 29 અને 30 ઓક્ટોબર દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. અચાનક બદલાયેલા આ હવામાન અને વાવાઝોડાની સંભવિત અસરને લઈને ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે, કારણ કે આ સમયે પાકની કટાઈ અને સંભાળ માટે ખેડૂતોને મુશ્કેલી પડી શકે છે.

You may also like

ન્યાયી ચૂંટણી થાય તો જ પરિણામ માન્ય રાખીશ: ટ્રમ્પની ધમકી

ન્યાયી ચૂંટણી થાય તો જ પરિણામ માન્ય રાખીશ: ટ્રમ્પની ધમકી

દક્ષિણ આફ્રિકામાં 696 ડબ્બા સાથે દોડી વિશ્વની સૌથી લાંબી ટ્રેન

દક્ષિણ આફ્રિકામાં 696 ડબ્બા સાથે દોડી વિશ્વની સૌથી લાંબી ટ્રેન

અમદાવાદમાં 1000 ફૂટની ઊંડાઈના 12 નવા બોરવેલ બનાવી જળ સંકટ સામે બાથ ભીડાશે

અમદાવાદમાં 1000 ફૂટની ઊંડાઈના 12 નવા બોરવેલ બનાવી જળ સંકટ સામે બાથ ભીડાશે

ઇન્સ્ટાગ્રામમાં લાંબા વીડિયો લાવવાની તૈયારીથી યુટ્યુબની ચિંતા વધી

ઇન્સ્ટાગ્રામમાં લાંબા વીડિયો લાવવાની તૈયારીથી યુટ્યુબની ચિંતા વધી