અમેરિકામાં 90 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, 15,000 એકરમાં ફેલાઈ વિનાશક 'બગ ફાયર'

અમેરિકામાં 90 વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, 15,000 એકરમાં ફેલાઈ વિનાશક 'બગ ફાયર'

નવી દિલ્હી ,

અમેરિકામાં હાલ હવામાનની સ્થિતિ અત્યંત ગંભીર બની છે. જુલાઈ 2026 એ છેલ્લા 132 વર્ષના ઈતિહાસમાં સૌથી ગરમ મહિનો સાબિત થયો છે, જેના કારણે જનજીવન પર માઠી અસર પડી છે. આ અતિશય ગરમીની સાથે કેલિફોર્નિયા અને નેવાડાની સરહદ પર ફાટી નીકળેલી 'બગ ફાયર' નામની જંગલી આગે તંત્રની ચિંતામાં વધારો કર્યો છે.

યુએસ નેશનલ ઓશનિક એન્ડ એટમોસ્ફેરિક એડમિનિસ્ટ્રેશનના અહેવાલ મુજબ, જુલાઈ મહિનામાં અમેરિકાના 48 રાજ્યોમાં સરેરાશ તાપમાન 76.9 ડિગ્રી ફેરનહીટ (આશરે 24.9 ડિગ્રી સેલ્સિયસ) નોંધાયું હતું. આ આંકડો 20મી સદીના સરેરાશ તાપમાન કરતા 3.3 ડિગ્રી ફેરનહીટ વધારે છે. અગાઉ 1936માં જુલાઈ મહિનામાં સરેરાશ તાપમાન 76.8 ડિગ્રી ફેરનહીટ નોંધાયું હતું, જેનો 90 વર્ષ જૂનો રેકોર્ડ આ વર્ષે તૂટી ગયો છે.

ભયાનક ગરમીના મોજાની વચ્ચે કેલિફોર્નિયા- નેવાડા સરહદે લાગેલી જંગલી આગે આક્રમક સ્વરૂપ ધારણ કર્યું છે. આ 'બગ ફાયર' અત્યાર સુધીમાં 15,000 એકર વિસ્તારમાં ફેલાઈ ગઈ છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો છે. હવામાનશાસ્ત્રીઓનું માનવું છે કે અશ્મિભૂત ઇંધણના બેફામ વપરાશ અને વધતા જતા પ્રદૂષણને લીધે આબોહવા પરિવર્તનની આ ગંભીર અસર જોવા મળી રહી છે. આ ગરમી પાછળ ગ્રીનહાઉસ ગેસોનું ઉત્સર્જન મુખ્ય જવાબદાર હોવાનું નિષ્ણાતો જણાવી રહ્યા છે.

You may also like

બેડી યાર્ડના વેપારી સાથે રૂ. 1.63 કરોડની છેતરપિંડી, સુરતના શખ્સ સામે ગુનો દાખલ

બેડી યાર્ડના વેપારી સાથે રૂ. 1.63 કરોડની છેતરપિંડી, સુરતના શખ્સ સામે ગુનો દાખલ

શિક્ષણમાં સરકારી દખલ બદલ ખાનગી શાળાઓના સંચાલકોની  ઉગ્ર આંદોલનની ચિમકી

શિક્ષણમાં સરકારી દખલ બદલ ખાનગી શાળાઓના સંચાલકોની ઉગ્ર આંદોલનની ચિમકી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

રાજકોટમાં ૩૪ હજારથી વધુ ફ્લેટધારકો સર્ટિફિકેટ વિહોણા: ફ્લાવર બેડ હપ્તા પદ્ધતિ સામે સંકટ

રાજકોટમાં ૩૪ હજારથી વધુ ફ્લેટધારકો સર્ટિફિકેટ વિહોણા: ફ્લાવર બેડ હપ્તા પદ્ધતિ સામે સંકટ