અમદાવાદમાં 42 મહિનામાં 570 કરોડના ખર્ચે 175 મીટર ઊંચો આઇકોનિક ટાવર બનશે Oct 30, 2026 અમદાવાદ,સિંધુ ભવન રોડ પર સ્કાય વોક, રેસ્ટોરન્ટ અને આર્ટ ગેલેરીની સુવિધાઓથી સજ્જ પ્રોજેક્ટઅમદાવાદમાં વર્ષ 2024-25ના મ્યુનિસિપલ બજેટમાં કરવામાં આવેલી જાહેરાતના પૂરા બે વર્ષ બાદ, અમદાવાદના જાણીતા સિંધુ ભવન રોડ પર રૂ. 570 કરોડના અંદાજિત ખર્ચે સાકાર થનારા 'અમદાવાદ સિટી સ્ક્વેર' પ્રોજેક્ટ માટેનું સત્તાવાર ટેન્ડર ફ્લોટ કરવામાં આવ્યું છે.બોડકદેવ વિસ્તારમાં આકાર પામનારા આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ અંતર્ગત 175 મીટર ઊંચો ભવ્ય આઇકોનિક ટાવર બનાવવામાં આવશે, જેની ટોચ પરથી નાગરિકો સમગ્ર અમદાવાદ શહેરનો પેનોરેમિક નજારો માણી શકશે. આ અદ્યતન ટાવરની આસપાસ અને સંકુલમાં સ્કાય ડેક, સ્કાય વોક, રેસ્ટોરન્ટ, ટેરેસ ડેક કેફે, 50 જેટલી કોમર્શિયલ દુકાનો, આર્ટ ગેલેરી, ફૂડ કોર્ટ, એમ્ફીથિયેટર તેમજ વિશાળ પાર્કિંગની આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટને કામ શરૂ થયાના 42 મહિનામાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. Previous Post Next Post