ડિજિટલ ફ્રોડમાં બેંકો જવાબદાર ઠરે તો પીડિતોને વળતર જરૂરી: સુપ્રીમ કોર્ટની લાલઆંખ Oct 30, 2026 નવી દિલ્હી,રિઝર્વ બેંક અને કેન્દ્ર સરકારને કડક નિયમો ઘડવા તાકીદદેશમાં સતત વધી રહેલા ડિજિટલ અને સાયબર ફ્રોડના કિસ્સાઓ અંગે સુપ્રીમ કોર્ટે અત્યંત ગંભીર નોંધ લીધી છે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી બેન્ચે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે ડિજિટલ ફ્રોડના પીડિતોને નુકસાન પહોંચે ત્યારે જો બેન્કોની બેદરકારી સાબિત થાય, તો બૅંકો દ્વારા પીડિત ગ્રાહકોને વળતર ચૂકવવામાં આવવું જોઈએ.સુપ્રીમ કોર્ટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને કેન્દ્ર સરકારને ટકોર કરી છે કે બેન્કોએ ખાતામાં થતી શંકાસ્પદ અને અસામાન્ય લેવડ-દેવડને તાત્કાલિક અટકાવવા માટે મજબૂત પદ્ધતિ વિકસાવવી જોઈએ. અદાલતે સાયબર ગુનાઓને અત્યંત ગંભીર અપરાધ ગણાવતા કહ્યું છે કે આ પ્રકારના ફ્રોડને રોકવા માટે વિશેષ અને કડક કાયદાકીય જોગવાઈઓ હોવી જરૂરી છે. નાગરિકોને ડિજિટલ છેતરપિંડીથી બચાવવા માટે દેશવ્યાપી અને વ્યાપક સ્તરે જાગૃતિ અભિયાન ચલાવવાની તાકીદ પણ કોર્ટ દ્વારા કરવામાં આવી છે. Next Post