ભુતાનમાં ગ્લેશિયર ફાટતાં ભારતમાં પૂરનું જોખમ: સરહદી રાજ્યોમાં હાઈ એલર્ટ Oct 30, 2026 નવી દિલ્હી/ભુતાન,નદીમાં જળસ્તર વધતા પશ્ચિમ બંગાળ તથા આસામના વિસ્તારોમાં એડવાઈઝરી જારીભારતના પાડોશી દેશ ભુતાનના લુંગો વિસ્તારમાં પર્વતમાળા નીચે આવેલ શિંતાફૂ સરોવર ફાટવાને કારણે અચાનક પાણીનો પ્રલયકારી પ્રવાહ મોફુર નદી થઈને સંકોશ નદી તરફ ધસમસતી ગતિએ આગળ વધી રહ્યો છે.આ અણધારી જળપ્રલયની સ્થિતિને પગલે ભારત સરકાર દ્વારા તાત્કાલિક અસરથી પશ્ચિમ બંગાળના અલીપુરદ્વાર અને આસામના ધુબરી જિલ્લા સહિત ઉત્તર બંગાળના સરહદી વિસ્તારોમાં હાઈ એલર્ટ અને પૂરની વિશેષ એડવાઈઝરી જારી કરવામાં આવી છે. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા રાતોરાત હજારો નાગરિકોને સુરક્ષિત સ્થાનો પર ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમજ નદી કિનારે વસતા લોકોને સાવચેત કરવા માટે સતત સાયરનો વગાડવામાં આવ્યા હતા. કોઈપણ આકસ્મિક પરિસ્થિતિનો સામનો કરવા માટે રાષ્ટ્રીય આપત્તિ રાહત દળ (NDRF) અને રાજ્ય આપત્તિ દળની ટુકડીઓને તૈનાત કરવામાં આવી છે. Previous Post Next Post