જયપુરમાં રિક્ષામાં બેસેલી ગુજરાતી મહિલાએ વેપારીના ૨ કરોડના હીરા-દાગીના સેરવી લીધા!

જયપુરમાં રિક્ષામાં બેસેલી ગુજરાતી મહિલાએ વેપારીના ૨ કરોડના હીરા-દાગીના સેરવી લીધા!

જયપુર,

માનક ચોક વિસ્તારમાં સર્જાયેલી ચોંકાવનારી ઘટના, આરોપી મહિલા પોલીસ સકંજામાં

જયપુરના માનક ચોક પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિક્ષામાં મુસાફરી કરી રહેલા એક જ્વેલરી કારોબારીની જાણ બહાર તેમની બાજુમાં બેઠેલી ગુજરાતની એક ચાલાક મહિલાએ આશરે ૨ કરોડ રૂપિયાની કિંમતના કિંમતી હીરા અને સોના-ચાંદીના દાગીના ચોરી લીધા હતા.

ગત ૧૫ ઓક્ટોબરે ભોગ બનનાર જ્વેલરી વેપારી દ્વારા માનક ચોક પોલીસ સ્ટેશનમાં અંદાજે બે કરોડના દાગીના ચોરાયા હોવાની સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ મામલાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા અને ટેકનિકલ સર્વેલન્સ તથા સીસીટીવી ફૂટેજના આધારે ગુજરાતની એક મહિલા આરોપીને દબોચી લીધી છે. પોલીસે ઝડપાયેલી મહિલા પાસેથી ચોરી કરાયેલા તમામ કિંમતી હીરા અને દાગીના સુરક્ષિત રીતે જપ્ત કરી લીધા છે અને આ ષડયંત્રમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે સઘન પૂછપરછ હાથ ધરી છે.

You may also like

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!