વાઈબ્રન્ટ પૂર્વે જાપાનમાં સેમિકન્ડક્ટર અને ગ્રીન એનર્જી ક્ષેત્રે રોકાણ માટે હર્ષ સંઘવીની બેઠક Oct 21, 2026 નવી દિલ્હી,ઓસાકા ખાતે યોજાયેલી બેઠકમાં જાપાનના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે વ્યાપક ચર્ચાઆગામી ‘વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ’ના પૂર્વાધરૂપે જાપાનના પ્રવાસે ગયેલા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા જાપાનના ઓસાકા શહેરમાં ઉચ્ચસ્તરીય બેઠકોનો દોર શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રવાસ દરમિયાન તેમણે જાપાનના અગ્રણી ઉદ્યોગપતિઓ અને રોકાણકારો સાથે વિશેષ ‘ઇન્વેસ્ટ ઇન ગુજરાત’ રાઉન્ડટેબલ બેઠક યોજી હતી.બેઠક દરમિયાન ગુજરાત અને જાપાન વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવા તેમજ સેમિકન્ડક્ટર, ગ્રીન એનર્જી અને ઇલેક્ટ્રોનિક્સ જેવા અત્યાધુનિક ક્ષેત્રોમાં રાજ્યમાં રોકાણની વિપુલ તકો ઊભી કરવા અંગે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી હતી. જાપાનીઝ કંપનીઓને ગુજરાતમાં તેમના નવા પ્રોજેક્ટ્સ સ્થાપવા અને આધુનિક ટેક્નોલોજીના સહયોગથી રાજ્યના ઔદ્યોગિક વિકાસને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. Previous Post Next Post