ટાઇગર પર ફાયરિંગ કરવા અમૃતસરથી 2.50 લાખમાં ખરીદાઈ હતી જીગાના પિસ્તોલ Oct 29, 2026 મુંબઈ,મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં પર્દાફાશઅભિનેતા ટાઇગર શ્રોફ પર થયેલા ફાયરિંગ કેસમાં ઉપયોગમાં લેવાયેલી હાઈ-પ્રોફાઇલ જીગાના પિસ્તોલ અને ૨૦ કારતૂસ પંજાબના અમૃતસર શહેરમાંથી ખરીદવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું છે. કુખ્યાત ગેંગસ્ટર લરેન્સ બિશ્નોઈ ગેંગના સભ્ય અનિલ પંડિતના નિર્દેશ પર આરોપીઓ દ્વારા આ હથિયારની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ હથિયાર અને ૨૦ રાઉન્ડ ગોળીઓ ખરીદવા માટે ૨.૫૦ લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા. આરોપીઓ કુંણાલ, સુમિત અને જતિન રોકડા રૂપિયા લઈને સીધા અમૃતસર પહોંચ્યા હતા અને ત્યાં એક અજ્ઞાત સ્થળે નાણાં મૂકીને આ જીગાના પિસ્તોલ મેળવી હતી. મુંબઈ પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં ૧૧ આરોપીઓની ધરપકડ કરી છે, ત્યારે હવે હથિયાર સપ્લાય કરનાર મુખ્ય વ્યક્તિની ઓળખ કરવા માટે પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. Previous Post Next Post