અમેરિકાની પરમાણુ લેબમાં ભીષણ આગ: હવાઈ અને જળ માર્ગો બંધ કરાયા Oct 29, 2026 નવી દિલ્હી ,રેડિએશન લીક થયું નથી છતાં સવાનાહ રિવર સાઈટ પર કટોકટી જાહેરઅમેરિકાના સાઉથ કેરોલિના રાજ્યમાં આવેલા મહત્ત્વપૂર્ણ સવાનાહ રિવર સાઈટ પરમાણુ પ્રયોગશાળામાં અચાનક ભયંકર આગ ફાટી નીકળવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનાને પગલે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કટોકટી જાહેર કરવામાં આવી છે. આગની તીવ્રતા એટલી વધારે હતી કે સુરક્ષાના ભાગરૂપે લેબની આસપાસના હવાઈ માર્ગો તેમજ નદી માર્ગોને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યા છે.ઘટનાની ગંભીરતા જોતાં તંત્ર દ્વારા તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે, રાહતના સમાચાર એ છે કે પ્રયોગશાળાના અધિકારીઓ અને નિષ્ણાતો દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારનું ખતરનાક રેડિએશન લીક થયું નથી, જેના કારણે મોટી હોનારત ટળી ગઈ છે. આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે અને સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. Next Post