સુપ્રીમ કોર્ટની માફી માંગી છતાં સંજય રાઉતને ૧૭ નવેમ્બરે રૂબરૂ હાજર રહેવા કોર્ટનો આદેશ

સુપ્રીમ કોર્ટની માફી માંગી છતાં સંજય રાઉતને ૧૭ નવેમ્બરે રૂબરૂ હાજર રહેવા કોર્ટનો આદેશ

નવી દિલ્હી,

CJI વિશે વિવાદાસ્પદ નિવેદન આપનારા રાઉત ની મુશ્કેલી વધી

ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયતંત્ર સામે વિવાદાસ્પદ ટિપ્પણી કરવાના કેસમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતે સુપ્રીમ કોર્ટમાં બિનશરતી માફી માંગી લીધી છે. રાઉતે કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે અદાલતનું અપમાન કરવાનો તેમનો કોઈ જ ઈરાદો નહોતો અને તેમણે પોતાના નિવેદન બદલ દિલગીરી વ્યક્ત કરી છે.

સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન દ્વારા દાખલ કરાયેલી ગુનાહિત અદાલતી અવમાનનાની અરજી પર સુનાવણી દરમિયાન જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ વિપુલ પંચોલીની પીઠે આ મામલાની ગંભીરતા નોંધાલી હતી. સુનાવણી સમયે રાઉતનો જવાબ કોર્ટના રેકોર્ડ પર ઉપલબ્ધ ન હોવાથી અને તેમના વકીલ ગેરહાજર રહેતા પીઠે તેમને ૧૭ નવેમ્બર ૨૦૨૬ના રોજ અદાલતમાં રૂબરૂ હાજર રહેવા કડક નિર્દેશ આપ્યો છે. આ જ મામલામાં સંકળાયેલા પત્રકાર નિખિલ વાગલેને પણ માફી માંગ્યા બાદ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર રહેવા મંજૂરી અપાઈ છે.

You may also like

અમેરિકાની પરમાણુ લેબમાં ભીષણ આગ: હવાઈ અને જળ માર્ગો બંધ કરાયા

અમેરિકાની પરમાણુ લેબમાં ભીષણ આગ: હવાઈ અને જળ માર્ગો બંધ કરાયા

સુપ્રીમ કોર્ટની માફી માંગી છતાં સંજય રાઉતને ૧૭ નવેમ્બરે રૂબરૂ હાજર રહેવા કોર્ટનો આદેશ

સુપ્રીમ કોર્ટની માફી માંગી છતાં સંજય રાઉતને ૧૭ નવેમ્બરે રૂબરૂ હાજર રહેવા કોર્ટનો આદેશ

ટાઇગર પર ફાયરિંગ કરવા અમૃતસરથી 2.50 લાખમાં ખરીદાઈ હતી જીગાના પિસ્તોલ

ટાઇગર પર ફાયરિંગ કરવા અમૃતસરથી 2.50 લાખમાં ખરીદાઈ હતી જીગાના પિસ્તોલ

એમેઝોનમાં AIમાં રોકાણ વધારવા કંપનીએ ઇમેઇલ મોકલી ૨૫૦ કર્મચારીઓને કર્યા છૂટા

એમેઝોનમાં AIમાં રોકાણ વધારવા કંપનીએ ઇમેઇલ મોકલી ૨૫૦ કર્મચારીઓને કર્યા છૂટા