અયોધ્યા ચોક પાસે રોંગ સાઇડમાં બેફામ દોડતી કારે સાળા-બનેવીને અડફેટે લીધા

અયોધ્યા ચોક પાસે રોંગ સાઇડમાં બેફામ દોડતી કારે સાળા-બનેવીને અડફેટે લીધા

રાજકોટ,

ટક્કર બાદ રોષે ભરાયેલા નશામાં ધૂત કારચાલકે છરી બતાવી ધમકી આપી

શહેરમાં ટ્રાફિકના નિયમોના ધજાગરા ઉડાડતા બેફામ વાહનચાલકોનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો છે. તાજેતરમાં 150 રિંગરોડ પર અયોધ્યા ચોક પાસે રોંગ સાઇડમાં પૂરઝડપે હંકારી રહેલી એક કારે બાઇક સવાર સાળા અને બનેવીને અડફેટે લીધા હતા. આ ગંભીર અકસ્માતમાં બંનેને ઇજાઓ પહોંચતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ભોગ બનનાર ધ્રોલના ખામભરા ગામના રહેવાસી ભીખાભાઈ શિયાળ અને તેના બનેવી વાસુભાઇ રાતડીયા બાઈક પર બેસીને રેલનગરથી ખોખળદળ તરફ પોતાના બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે અયોધ્યાચોક પાસે સામેથી રોંગ સાઇડમાં પૂરઝડપે ધસી આવેલી કારે તેમને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે બંને સાળા-બનેવી રોડ પર ફંગોળાઈ ગયા હતા અને તેમને ગંભીર ઇજાઓ થઈ હતી.

અકસ્માત સર્જાયા બાદ સ્થાનિક લોકો અને ઇજાગ્રસ્તોએ કાર ચાલકને રોંગ સાઇડમાં ગાડી ચલાવવા અંગે પૂછપરછ કરી ટોકવાનો પ્રયાસ કર્યો હતો. આ વાતથી ઉશ્કેરાયેલા કાર ચાલકે ઉલટાનીદાદાગીરી શરૂ કરી દીધી હતી. તેણે વાહનમાંથી કમરમાંથી છરી કાઢીને સ્થળ પર હાજર લોકોને ડરાવ-ધમકાવ્યા હતા અને ભયનો માહોલ ઊભો કર્યો હતો.

આ બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડ્યો હતો. પોલીસે ઇજાગ્રસ્તોની ફરિયાદના આધારે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપી કાર ચાલક મૂળીના ગઢાદ ગામના શિવરાજસિંહ રાજેન્દ્રસિંહ પરમાર (ઉં.વ.24) વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ માટેની તજવીજ  કરી હતી.

You may also like

બ્લેક મનીનું શંકાસ્પદ નેટવર્ક: ગુજરાતના અજ્ઞાત રાજકીય પક્ષોએ મેળવ્યા ૨૬૯૨ કરોડ

બ્લેક મનીનું શંકાસ્પદ નેટવર્ક: ગુજરાતના અજ્ઞાત રાજકીય પક્ષોએ મેળવ્યા ૨૬૯૨ કરોડ

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાની ચોથી વર્ષગાંઠે ન્યાય પ્રક્રિયાની મંદ ગતિ સામે ઉઠ્યા સવાલો

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાની ચોથી વર્ષગાંઠે ન્યાય પ્રક્રિયાની મંદ ગતિ સામે ઉઠ્યા સવાલો

ભારતીય દવા બજારમાં ટૂંકી મુદતવાળી વિદેશી દવાઓની આયાત પર પ્રતિબંધ

ભારતીય દવા બજારમાં ટૂંકી મુદતવાળી વિદેશી દવાઓની આયાત પર પ્રતિબંધ

રાજકોટમાં કાજુકતરીકાંડ બાદ સુરત મનપાની સભામાં ભજીયાકાંડ

રાજકોટમાં કાજુકતરીકાંડ બાદ સુરત મનપાની સભામાં ભજીયાકાંડ