ભારતીય દવા બજારમાં ટૂંકી મુદતવાળી વિદેશી દવાઓની આયાત પર પ્રતિબંધ Oct 30, 2026 નવી દિલ્હી,સ્વાસ્થ્ય સાથે થતા ચેડાં રોકવા એક વર્ષથી ઓછી શેલ્ફ લાઇફવાળી દવાઓ નહીં ઘૂસી શકેભારતીય બજારમાં ટૂંકી મુદત (શેલ્ફ લાઇફ) બાકી હોય તેવી ખતરનાક અને જોખમી દવાઓ ઠલવાતી હોવાના ગંભીર તથ્યો સામે આવ્યા છે.નાગરિકોના સ્વાસ્થ્ય સાથેના આ ચેડાંને અટકાવવા માટે સરકાર દ્વારા ડ્રગ્સ આયાત સંબંધિત નિયમોમાં કડક ફેરફાર કરવામાં આવ્યા છે. નવા નિયમો અમલી બનતા હવેથી ભારતમાં એક વર્ષથી ઓછી શેલ્ફ લાઇફ (એક્સપાયરી ડેટ) ધરાવતી દવાઓની આયાત પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. સરકારના આ સખત નિર્ણયથી ગુણવત્તા વગરની અને નકામી બનતી જતી દવાઓના વેચાણ પર રોક લાગશે અને દેશના બજારમાં માત્ર માનક સ્તરની દવાઓ જ ઉપલબ્ધ થઈ શકશે. Previous Post Next Post