રાજકોટમાં કાજુકતરીકાંડ બાદ સુરત મનપાની સભામાં ભજીયાકાંડ Oct 30, 2026 સુરત,750 રૂપિયા પ્રતિ કિલોના ભાવે 1 લાખના ભજીયા ઝાપટાયા: બે ગણા ઊંચા ભાવે ભજીયાની ખરીદીસુરત પાલિકા દ્વારા સામાન્ય સભામાં હાજરી આપનાર નગરસેવકો અને અન્ય પદાધિકારીઓ માટે અતિ મોંઘા ભજીયાની મિજબાની ગોઠવવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સામાન્ય બજારમાં સામાન્ય સુરતીઓ 350 થી 500 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ભજીયા ખરીદતા હોય છે, ત્યારે સુરત મનપા દ્વારા ઉદારતા દાખવીને પ્રતિ કિલો 750 રૂપિયાના તોતિંગ ભાવે 130 કિલોથી વધુ ભજીયા મંગાવવામાં આવ્યા હતા. આ રીતે માત્ર ભજીયાની ખરીદી પાછળ જ પ્રજાની તિજોરીમાંથી અંદાજે 1 લાખ રૂપિયા જેટલી માતબર રકમ ખર્ચી નાખવામાં આવી હતી. દિવાળી પર્વ પર ઘારીના બિલ કરતાં પણ ભજીયાનું બિલ પાંચ ગણું વધુ હોવાની આ ચર્ચાએ પાલિકામાં પ્રજાના ટેક્સના નાણાંની આડેધડ વહેંચણી અને કરકસરના દાવાઓની પોલ ખોલી દીધી છે, જેને લઈને શહેરમાં ભારે રોષ અને આશ્ચર્યની લાગણી ફેલાઈ છે. Next Post