કપાતમાં દુકાન જવાથી નિયમાનુસાર ક્વાર્ટર મળ્યાની દક્ષાબેન વસાણીની સ્પષ્ટતા

કપાતમાં દુકાન જવાથી નિયમાનુસાર ક્વાર્ટર મળ્યાની દક્ષાબેન વસાણીની સ્પષ્ટતા

રાજકોટ,

વિપક્ષી આક્ષેપો રાજકીય દ્વેષપૂર્ણ અને પાયાવહોણા

નટરાજનગર ઝૂંપડપટ્ટી વિસ્તાર ખાલી કરાવવાની કામગીરી દરમિયાન ડેપ્યુટી મેયરને આવાસ યોજના અંતર્ગત ક્વાર્ટર ફાળવવામાં આવ્યા હોવાના વિષયને લઈને સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં ઉઠેલા ગેરરીતિના આક્ષેપોને ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીએ સદંતર ફગાવી દીધા છે. તેમણે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે આ ફાળવણીમાં કોઈપણ પ્રકારની અનિયમિતતા કે પક્ષપાત કરવામાં આવ્યો નથી, પરંતુ પ્રવર્તમાન નિયમો અને પ્રક્રિયા અનુસાર જ આવાસ ફાળવવામાં આવ્યું છે.

મૂળ વિગતો મુજબ, નટરાજનગર ઝૂંપડપટ્ટી વિસ્તારને ખાલી કરાવવાની અને વિકાસ કે રસ્તાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, તે દરમિયાન ત્યાં આવેલી દુકાન મનપાની કપાતમાં ગઈ હતી. આ પ્રક્રિયામાં નુકસાન વેઠનાર અસરગ્રસ્ત તરીકે, મ્યુનિસિપલ કોર્પોરેશનના નિયમો અને પ્રાવધાનોને આધીન રહીને જ ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણીને રાજીવ આવાસ યોજના અંતર્ગત ક્વાર્ટર ફાળવવામાં આવ્યું હોવાનું સત્તાવાર રીતે સ્પષ્ટ કરવામાં આવ્યું છે.

આ સમગ્ર મામલે કેટલાક વિરોધીઓ દ્વારા ગેરરીતિના આક્ષેપો કરવામાં આવ્યા હતા, જેને ડેપ્યુટી મેયરે સદંતર નકારી કાઢ્યા છે. તેમણે જણાવ્યું હતું કે જ્યારે કોઈ નાગરિક કે જન પ્રતિનિધિની મિલકત અથવા ધંધાકીય જગ્યા વિકાસ પ્રોજેક્ટ કે કપાતમાં જતી હોય, ત્યારે નીતિ-નિયમો મુજબ મળવાપાત્ર પુનઃવસન કે આવાસની સહાય તમામ અસરગ્રસ્તોને લાગુ પડે છે. આ કિસ્સામાં પણ પ્રક્રિયા પારદર્શક રીતે થઈ હોવા છતાં ખોટી અફવાઓ ફેલાવવામાં આવી રહી છે.

You may also like

રાજકોટમાં કાજુકતરીકાંડ બાદ સુરત મનપાની સભામાં ભજીયાકાંડ

રાજકોટમાં કાજુકતરીકાંડ બાદ સુરત મનપાની સભામાં ભજીયાકાંડ

ડિજિટલ ફ્રોડમાં બેંકો જવાબદાર ઠરે તો પીડિતોને  વળતર જરૂરી: સુપ્રીમ કોર્ટની લાલઆંખ

ડિજિટલ ફ્રોડમાં બેંકો જવાબદાર ઠરે તો પીડિતોને વળતર જરૂરી: સુપ્રીમ કોર્ટની લાલઆંખ

અમદાવાદમાં 42 મહિનામાં 570 કરોડના ખર્ચે 175 મીટર ઊંચો આઇકોનિક ટાવર બનશે

અમદાવાદમાં 42 મહિનામાં 570 કરોડના ખર્ચે 175 મીટર ઊંચો આઇકોનિક ટાવર બનશે

ભુતાનમાં ગ્લેશિયર ફાટતાં ભારતમાં પૂરનું જોખમ: સરહદી રાજ્યોમાં હાઈ એલર્ટ

ભુતાનમાં ગ્લેશિયર ફાટતાં ભારતમાં પૂરનું જોખમ: સરહદી રાજ્યોમાં હાઈ એલર્ટ