મોરબીના જેતપર ખેડૂત આંદોલનના બાકી રહેલા ૩ મુદ્દાઓ પર ટૂંક સમયમાં નિર્ણય લેવાશે Oct 24, 2026 મોરબી,સિદસર ઉમિયાધામના ઉપપ્રમુખની મધ્યસ્થી બાદ ગાંધીનગરમાં યોજાઈ ઉચ્ચસ્તરીય બેઠકમોરબી પંથકના જેતપર વિસ્તારમાં ખેડૂતો દ્વારા તેમની વિવિધ પડતર માંગણીઓને લઈને સરકાર સામે કુલ ૨૪ જેટલા મહત્વના મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા, જેમાંથી અગાઉ સરકાર અને ખેડૂત આગેવાનો વચ્ચે ૨૧ મુદ્દાઓ પર સફળ સહમતી સધાઈ ચૂકી છે. જોકે, બાકી રહેલા ૩ મહત્વના મુદ્દાઓ પર હજુ પણ ચર્ચા ચાલી રહી હતી.આ મામલાના કાયમી ઉકેલ માટે સિદસર ઉમિયાધામના ઉપપ્રમુખ જગદીશ કોટડિયાએ વિશેષ મધ્યસ્થી ભૂમિકા ભજવી ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી તેમજ કૃષિમંત્રીની ઉપસ્થિતિમાં એક ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી, જેમાં હાઈ-વોલ્ટેજ પાવર લાઈન અને કોરિડોરના વળતર તથા જમીનના ભાવ નક્કી કરવાની પદ્ધતિ જેવા મહત્વના વિષયો પર સકારાત્મક ચર્ચાઓ કરવામાં આવી હતી. જમીન વળતરની ગણતરીમાં સુધારો કરીને ખેડૂતોને વધુ ન્યાયી વળતર મળે તે દિશામાં સરકાર ટૂંક સમયમાં જ આખરી નિર્ણય જાહેર કરશે તેવી પૂરી સંભાવના છે. Previous Post Next Post