રાજકોટમાં ફટાકડા વેચાણ માટે લાયસન્સ ફરજિયાત: લૂમ ફટાકડા પર પ્રતિબંધ Oct 24, 2026 રાજકોટ, પોલીસે 29 ઓક્ટોબરથી 25 નવેમ્બર સુધીનું જાહેરનામું બહાર પાડ્યુંરાજકોટ ડીસીપી જગદીશ બાંગરવા દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા અનુસાર આગામી ૨૯ ઓક્ટોબરથી ૨૫ નવેમ્બર સુધી માત્ર અધિકૃત લાયસન્સ ધરાવતા વેપારીઓ જ નક્કી કરેલી નિયત જગ્યાઓ પર ફટાકડાનું વેચાણ કરી શકશે. વગર લાયસન્સે સ્ટોલ લગાવીને ફટાકડા વેચનાર સામે ત્વરિત કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત, શહેરમાં અવાજ અને પર્યાવરણના પ્રદૂષણને અટકાવવા માટે ભારે અવાજ ધરાવતા ફટાકડા તેમજ સિરીઝ (લૂમ) ફટાકડાના વેચાણ અને ઉપયોગ પર કડક પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પોલીસ પ્રશાસન દ્વારા તમામ વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધરવામાં આવશે જેથી નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક ફોજદારી પગલાં ભરી શકાય. Previous Post Next Post