સુરક્ષા સામે સવાલ: સાબરમતી જેલમાં મોબાઈલનું ગુપ્ત નેટવર્ક

સુરક્ષા સામે સવાલ: સાબરમતી જેલમાં મોબાઈલનું ગુપ્ત નેટવર્ક

અમદાવાદ,

કુખ્યાત કેદીઓ સુધી પ્રતિબંધિત ચીજવસ્તુઓ પહોંચાડવાના ષડયંત્રનો પર્દાફાશ થશે

ગુજરાતની સૌથી સુરક્ષિત અને સંવેદનશીલ ગણાતી અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં કેદીઓ સુધી પ્રતિબંધિત મોબાઈલ ફોન અને અન્ય સાધનો કેવી રીતે પહોંચી જાય છે તે અંગે મોટો ખુલાસો થયો છે. અભેદ્ય સુરક્ષા અને હાઈ-સિક્યુરિટી ઝોન હોવા છતાં જેલની અંદર મોબાઈલ ફોનની હેરાફેરી અટકવાનું નામ નથી લઈ રહી.

અભિનેતા ટાઈગર શ્રોફ પર હુમલો કરાવવાના કાવતરા અને અન્ય હાઈ-પ્રોફાઈલ ગુનાઓનો કુખ્યાત આરોપી લોરેન્સ બિશ્નોઈ પણ લાંબા સમયથી અમદાવાદની આ જ સાબરમતી સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહ્યો છે અને સીસીટીવીની કડક નજર હેઠળ એકાંત કેદમાં છે. આમ છતાં, જેલ પરિસરમાંથી અવારનવાર મોબાઈલ મળવાની ઘટનાઓ સાબિત કરે છે કે જેલની સુરક્ષામાં ક્યાંકને ક્યાંક મોટા ગાબડાં છે. જેલ પ્રશાસન અને પોલીસ વિભાગ દ્વારા આ સ્મગ્લિંગ રેકેટની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે કે આંતરિક મિલીભગતથી આ પ્રતિબંધિત વસ્તુઓ અંદર પહોંચે છે કે કેમ.

You may also like

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!