અમરેલી અને ગીર સોમનાથમાં મિનિ વાવાઝોડું ફૂંકાયું

અમરેલી અને ગીર સોમનાથમાં મિનિ વાવાઝોડું ફૂંકાયું

રાજકોટ,

ઘાંટવડમાં મકાનોના પતરાં ઉડ્યા, પેટ્રોલપંપ ક્ષતિગ્રસ્ત: ખાંભામાં વીજળી પડતાં મહિલાનું મોત

સૌરાષ્ટ્રના અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં વાતાવરણમાં અચાનક આવેલા પલટા બાદ મિનિ વાવાઝોડા સાથે ભારે કમોસમી વરસાદ (માવઠું) ત્રાટકતાં ભારે તારાજી સર્જાઈ છે. પૂરપાટ ઝડપે ફૂંકાયેલા પવન અને ગાજવીજ સાથે પડેલા ધોધમાર વરસાદને કારણે અનેક સ્થળે વૃક્ષો તેમજ વીજપોલ ધરાશાયી થવાની ઘટનાઓ બની છે.

ગીર સોમનાથના કોડીનાર તાલુકાના ઘાંટવડ ગામમાં વાવાઝોડાના કારણે અનેક મકાનોના પતરાં હવામાં ઊડી ગયાં હતાં તેમજ સ્થાનિક પેટ્રોલપંપના શેડ અને સ્ટ્રક્ચરને મોટું નુકસાન પહોંચ્યું હતું. બીજી તરફ, અમરેલીના ખાંભા પંથકમાં વીજળીના કડાકા-ભડાકા સાથે પડેલા વરસાદ દરમિયાન વીજળી પડતાં એક મહિલાનું મોત નીપજ્યું છે.

You may also like

કોટેચા ચોક જીતુ વાઘાણીએ જાતે ગાંઠિયા-મરચા તળ્યા

કોટેચા ચોક જીતુ વાઘાણીએ જાતે ગાંઠિયા-મરચા તળ્યા

અમરેલી અને ગીર સોમનાથમાં મિનિ વાવાઝોડું ફૂંકાયું

અમરેલી અને ગીર સોમનાથમાં મિનિ વાવાઝોડું ફૂંકાયું

દુષ્કર્મના આરોપીને સાબરમતી જેલ મોકલવાના બદલે પલાયન કરાવ્યો

દુષ્કર્મના આરોપીને સાબરમતી જેલ મોકલવાના બદલે પલાયન કરાવ્યો

રાજકોટમાં લોખંડી પુરુષની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે 'રન ફોર યુનિટી' યોજાઈ

રાજકોટમાં લોખંડી પુરુષની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે 'રન ફોર યુનિટી' યોજાઈ