દુષ્કર્મના આરોપીને સાબરમતી જેલ મોકલવાના બદલે પલાયન કરાવ્યો Oct 31, 2026 અમદાવાદ,પોલીસ કંટ્રોલ રૂમમાં ખોટો મેસેજ આપનાર આરોપીના સંબંધી ASI સામે ગુનો દાખલનરોડા દુષ્કર્મ કેસનો આરોપી રાધે ઉર્ફે ગોપાલ ઠક્કર અસારવા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. તેને ડિસ્ચાર્જ મળતાં નિયમ મુજબ સાબરમતી સેન્ટ્રલ જેલ મોકલવાનો હતો. જોકે, તેના નજીકના સંબંધી એવા ASI રાજેશ દયારામે પૂરતો જાપ્તો રાખ્યા વિના જ આરોપીનો કબજો મેળવી લીધો હતો અને સીધા જેલ જવાને બદલે તેને વસ્ત્રાલ નિરાંત ચાર રસ્તા ખાતે લઈ ગયા હતા, જ્યાંથી આરોપી ફરાર થઈ ગયો હતો. કાવતરા પર પડદો પાડવા માટે ASI રાજેશ દયારામે દૂધેશ્વર સર્કલ પાસેથી આરોપી ભાગ્યો હોવાનો ખોટો મેસેજ કંટ્રોલ રૂમમાં આપ્યો હતો. પરંતુ સીસીટીવી અને સઘન તપાસમાં ભાંડો ફૂટતાં વસ્ત્રાલથી જ આરોપીને ભગાડ્યો હોવાનું સાબિત થયું હતું, જેના પગલે રામોલ પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. Previous Post Next Post