કોટેચા ચોક જીતુ વાઘાણીએ જાતે ગાંઠિયા-મરચા તળ્યા

કોટેચા ચોક જીતુ વાઘાણીએ જાતે ગાંઠિયા-મરચા તળ્યા

રાજકોટ,

'રન ફોર યુનિટી' બાદ રાજકોટના પ્રભારી મંત્રીએ ફાફડા-જલેબીની જ્યાફત ઉઠાવી
 

રાજકોટ શહેરમાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાયેલી 'રન ફોર યુનિટી' દોડના સફળ આયોજન બાદ રાજ્યના કેબિનેટ મંત્રી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી જીતુ વાઘાણી કોટેચા ચોક ખાતે અચાનક પહોંચીને એક નાની દુકાને જાતે જ કડાઈમાં ગાંઠિયા અને મરચાં તળવાની મજા માણી હતી.

રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમો પૂરા થયા બાદ પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ પોતાની સાથે રહેલી સ્થાનિક નેતાઓની ટીમ અને કાર્યકર્તાઓ સાથે મળીને રાજકોટની પ્રખ્યાત ખાણી-પીણીની લિજ્જત માણી હતી. તેમણે કોટેચા ચોક પર આવેલા જાણીતા ફરસાણની દુકાને રોકાઈને જાતે જ ગરમાગરમ ગાંઠિયા તળ્યા હતા અને ત્યારબાદ ઉપસ્થિત તમામ આગેવાનો સાથે મળીને પરંપરાગત ગુજરાતી નાસ્તા એવા ફાફડા, ગાંઠિયા અને જલેબીની મોજ માણી હતી.

You may also like

કોટેચા ચોક જીતુ વાઘાણીએ જાતે ગાંઠિયા-મરચા તળ્યા

કોટેચા ચોક જીતુ વાઘાણીએ જાતે ગાંઠિયા-મરચા તળ્યા

અમરેલી અને ગીર સોમનાથમાં મિનિ વાવાઝોડું ફૂંકાયું

અમરેલી અને ગીર સોમનાથમાં મિનિ વાવાઝોડું ફૂંકાયું

દુષ્કર્મના આરોપીને સાબરમતી જેલ મોકલવાના બદલે પલાયન કરાવ્યો

દુષ્કર્મના આરોપીને સાબરમતી જેલ મોકલવાના બદલે પલાયન કરાવ્યો

રાજકોટમાં લોખંડી પુરુષની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે 'રન ફોર યુનિટી' યોજાઈ

રાજકોટમાં લોખંડી પુરુષની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે 'રન ફોર યુનિટી' યોજાઈ