રાજકોટમાં લોખંડી પુરુષની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે 'રન ફોર યુનિટી' યોજાઈ

રાજકોટમાં લોખંડી પુરુષની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે 'રન ફોર યુનિટી' યોજાઈ

રાજકોટ,

કેવડિયા ખાતે પ્રતિમાનું નિર્માણ કરાવીને વડાપ્રધાને લોહપુરુષને સાચી શ્રદ્ધાંજલિ આપીઃ વાઘાણી

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મ જયંતી નિમિત્તે આજે રાજકોટમાં પ્રભારી મંત્રી જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં 'રન ફોર યુનિટી’ યોજાઈ હતી. રાજકોટ શહેર પોલીસ દ્વારા આયોજિત આ દોડ પોલીસ હેડ ક્વાર્ટરના પરેડ ગ્રાઉન્ડથી શરૂ થઈ હતી અને રેસકોર્સ રિંગરોડ પરથી પસાર થઈને હેડ ક્વાર્ટર ખાતે વિરામ પામી હતી. આ 'રન ફોર યુનિટી'માં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને ‘એકતા’નો સંદેશ આપ્યો હતો.

આ અવસરે વાઘાણીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર.મોદીએ કેવડિયા ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૮૨ મીટર ઊંચી પ્રતિમાનું નિર્માણ કરાવીને લોહપુરુષને સાચી શ્રદ્ધાંજલિ આપી છે. આ એકતાની દોડ માત્ર એક દિવસીય ઉત્સવ ન રહેતા દેશને ‘એક, નેક અને શ્રેષ્ઠ’ બનાવવાના સંકલ્પનું પ્રતીક બની રહે તેવી ભાવના પણ તેઓએ વ્યક્ત કરી હતી.

You may also like

કોટેચા ચોક જીતુ વાઘાણીએ જાતે ગાંઠિયા-મરચા તળ્યા

કોટેચા ચોક જીતુ વાઘાણીએ જાતે ગાંઠિયા-મરચા તળ્યા

અમરેલી અને ગીર સોમનાથમાં મિનિ વાવાઝોડું ફૂંકાયું

અમરેલી અને ગીર સોમનાથમાં મિનિ વાવાઝોડું ફૂંકાયું

દુષ્કર્મના આરોપીને સાબરમતી જેલ મોકલવાના બદલે પલાયન કરાવ્યો