રાજકોટમાં બેડી ચોકડી થી માલિયાસણ ચોકડી વચ્ચે પવનચક્કીના પાર્ટ્સ ભરેલો ટ્રક પલટાયો

રાજકોટમાં બેડી ચોકડી થી માલિયાસણ ચોકડી વચ્ચે પવનચક્કીના પાર્ટ્સ ભરેલો ટ્રક પલટાયો

રાજકોટ,

રાત્રિના સમયે સર્જાયેલા અકસ્માતથી ટ્રાફિક જામ

રાજકોટમાં બેડી ચોકડીથી માલિયાસણ ચોકડી વચ્ચેના હાઇવે પર પવનચક્કીના મહાકાય પાર્ટ્સ ભરીને જઈ રહેલો એક ભારેખમ ટ્રક અચાનક પલટી મારી ગયો હોવાની ઘટના બની હતી. આ અકસ્માત રાત્રિના સમયે સર્જાવાને કારણે મુખ્ય રોડ ઉપર વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો અને ભારે ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ હતી.

ઘટનાની જાણ થતાં જ તંત્ર અને સંબંધિત લોકો દ્વારા ત્વરિત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મહામહેનતે ક્રેન તથા અન્ય સાધનોની મદદથી રોડ વચ્ચે ફંગોળાયેલા મહાકાય પવનચક્કીના પાર્ટ્સ સાથેના વિશાળ ટ્રકને સાઇડમાં ખસેડવામાં આવ્યો હતો, ત્યારબાદ ટ્રાફિક પુનઃપૂર્વવત થયો હતો. સદનસીબે આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિ થયાના સમાચાર નથી, પરંતુ રાત્રીના સમયે અચાનક રસ્તો બ્લોક થઈ જવાને કારણે વાહનચાલકો અને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો 

You may also like

અમે ટ્રમ્પને મારી નાખીશું...:તેહરાનમાં વિશાળ બેનર સાથે ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લી ધમકી

અમે ટ્રમ્પને મારી નાખીશું...:તેહરાનમાં વિશાળ બેનર સાથે ડોનાલ્ડ ટ્રમ્પને ખુલ્લી ધમકી

દેશના ૧.૨ કરોડથી વધુ ડ્રાઈવર-ડિલિવરી બોય્સને મળશે વીમાનું સુરક્ષા કવચ

દેશના ૧.૨ કરોડથી વધુ ડ્રાઈવર-ડિલિવરી બોય્સને મળશે વીમાનું સુરક્ષા કવચ

યુએસ મિડટર્મ ચૂંટણી: સેનેટ બાદ હાઉસમાં પણ ટ્રમ્પ હારી જતા વિટો પાવરની ધમકી

યુએસ મિડટર્મ ચૂંટણી: સેનેટ બાદ હાઉસમાં પણ ટ્રમ્પ હારી જતા વિટો પાવરની ધમકી

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા ૧,૨૩૭ જગ્યાઓની ભરતી જાહેર

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) દ્વારા ૧,૨૩૭ જગ્યાઓની ભરતી જાહેર