રાજસ્થાનમાં ટ્રેન પસાર થયાની થોડી જ મિનિટોમાં રેલવે ટ્રેક પર ભયાનક બ્લાસ્ટ Nov 04, 2026 શ્રી ગંગાનગર,રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લામાં અનૂપગઢ-સૂરતગઢ રેલવે લાઇન પર મંગળવારે અનૂપગઢથી બઠિંડા જઈ રહેલી પેસેન્જર ટ્રેનને ટાર્ગેટ કરીને તેને ઉડાવી દેવાનું મોટું ષડયંત્ર ઘડાયું હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.ગામ 50 જીબી નજીક રેલવે ટ્રેક પર આ બ્લાસ્ટ ટ્રેન પસાર થયાની માત્ર થોડી જ મિનિટો બાદ થયો હતો. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે તેના કારણે રેલવે ટ્રેકના ૨ થી ૩ સિમેન્ટના સ્લીપર પિલર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયા હતા અને પિલરની અંદર રહેલા લોખંડના સળિયા પણ બહાર આવી ગયા હતા. સદનસીબે ટ્રેન સમયસર પસાર થઈ ગઈ હોવાથી મોટી જાનહાનિ ટળી હતી અને મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એસપી, એટીએસ અને બોમ્બ સ્કવોડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સમગ્ર મામલે ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. Previous Post Next Post