શરદ પૂનમે ૧૬ કળાએ ખીલેલા ચંદ્ર નજીક  શનિદેવના સાક્ષાત્કાર

શરદ પૂનમે ૧૬ કળાએ ખીલેલા ચંદ્ર નજીક શનિદેવના સાક્ષાત્કાર

નવી દિલ્હી,

સાંજ પછી ૩.૬૭ લાખ કિમી દૂરથી ચંદ્ર વરસાવશે શીતળતા

આગામી રવિવાર, ૨૫ ઓક્ટોબરના રોજ આસો સુદ પૂનમના દિવસે શરદ પૂર્ણિમાની ઉજવણી આસ્થા અને ખગોળીય ઉત્સાહ સાથે કરવામાં આવશે. પંચાંગ મુજબ, આસો સુદ પૂનમની તિથિ ૨૫મીએ સવારે ૧૧:૫૫ વાગ્યાથી શરૂ થઈને ૨૬મી ઓક્ટોબરે સવારે ૯:૪૧ વાગ્યા સુધી રહેશે. આ દિવસે સાંજે આશરે ૫:૩૦ વાગ્યે ચંદ્રોદય થશે અને સૂર્યાસ્ત બાદ પૂર્વ દિશામાં ૯૯.૬ ટકા પ્રકાશિત તથા સોળે કળાએ ખીલેલો થાળી જેવડો ભવ્ય ચંદ્ર જોવા મળશે. પૃથ્વીથી આશરે ૩.૬૭ લાખથી ૩.૭૬ લાખ કિલોમીટર દૂર રહેલા ચંદ્રદેવની નજીક જ પૃથ્વીથી ૧૨૭ કરોડ કિલોમીટર દૂર આવેલા શનિદેવ ચમકતા સુવર્ણ તારા જેવા ૭૬ ડિગ્રી પર નજરે પડશે. આંતરરાષ્ટ્રીય સ્તરે ઓક્ટોબરના આ ફૂલ મૂનને 'હન્ટર્સ મૂન' તરીકે ઓળખવામાં આવે છે.

ધાર્મિક પરંપરા મુજબ શરદ પૂર્ણિમાની રાત્રે લક્ષ્મી-નારાયણ, રાધા-કૃષ્ણ, શિવ-પાર્વતી, ઇન્દ્ર-ઐરાવત તથા સોમદેવ (ચંદ્ર)નું વિશેષ પૂજન થાય છે. આ દિવસે દૂધ-પૌંઆ કે ખીર ખાવાની પરંપરા પાછળ આયુર્વેદિક વિજ્ઞાન પ્રમાણે શરદ ઋતુમાં વધતા પિત્ત પ્રકોપ અને એસિડિટીને શમાવવા માટે કેલ્શિયમ અને આયર્નયુક્ત દૂધ-પૌંઆનો આહાર અત્યંત સ્વાસ્થ્યવર્ધક ગણાય છે.

You may also like

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!