પાવાગઢ પર ૩૫ હજાર કિલો પ્લાસ્ટીકનો કચરો મળતા બોટલ પર પ્રતિબંધની તૈયારી Oct 23, 2026 પાવાગઢ,પવિત્ર ડુંગર પર વધતી ગંદકી સામે તંત્ર લાલઘૂમ: શ્રદ્ધાળુઓની બેદરકારીથી પર્યાવરણ જોખમમાંપવિત્ર યાત્રાધામ પાવાગઢ ખાતે નવરાત્રિના તહેવારો દરમિયાન દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓ દ્વારા ફેલાવવામાં આવતી ગંદકીને લઈને એક અત્યંત ચોંકાવનારી અને ચિંતાજનક વિગત સામે આવી છે. નવરાત્રિના પવિત્ર દિવસો દરમિયાન પાવાગઢ ડુંગર અને આસપાસના પરિસરમાંથી કુલ ૩૫ હજાર કિલોગ્રામ જેટલો જંગી પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કરવામાં આવ્યો છે.ભારે માત્રામાં પ્લાસ્ટિકની બોટલો અને થેલીઓનો કચરો મળી આવતા તંત્ર હરકતમાં આવી ગયું છે. ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા આ સ્થળની પવિત્રતા તથા કુદરતી સૌંદર્યને જાળવી રાખવા માટે હવે વહીવટી તંત્ર દ્વારા પાવાગઢ પર પ્લાસ્ટિકની બોટલો અને વપરાશ પર કાયમી કે સખત પ્રતિબંધ મૂકવાની ગંભીર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. Previous Post Next Post