દ્વારકાની ભાડથર પંચાયત બેઠક પર ભાજપને પછાડી 'આપ' ની જીત

દ્વારકાની ભાડથર પંચાયત બેઠક પર ભાજપને પછાડી 'આપ' ની જીત

ખંભાળિયા,

ભાજપના માલતીબહેનને 3,651 મતે હરાવી આપના વીરુ કંડોરિયાનો વિજય

દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકા અંતર્ગત આવતી ૩-ભાડથર જિલ્લા પંચાયત બેઠકની પેટાચૂંટણીના પરિણામોમાં મોટો રાજકીય ઉલટફેર સર્જાયો છે. ત્રિપાંખિયા અને ભારે રસાકસીભર્યા જંગના અંતે આમ આદમી પાર્ટીના ઉમેદવાર વીરુ કંડોરિયાએ શાસક પક્ષ ભાજપના ઉમેદવાર માલતીબહેન કંડોરિયાને ૩,૬૫૧ મતોની મોટી સરસાઈથી પરાજય આપીને ભવ્ય જીત મેળવી છે. આ પરિણામથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે અને ભાજપ ખેમામાં ભારે સોંપો પડી ગયો છે.

ભાડથર જિલ્લા પંચાયત બેઠકના અગાઉના સદસ્ય ડૉ. પી. વી. કંડોરિયાના નિધનથી આ બેઠક ખાલી પડી હતી, જેને કારણે આ પેટાચૂંટણી યોજવામાં આવી હતી. આ બેઠક પર કબ્જો મેળવવા ભાજપ, કોંગ્રેસ અને આપ - ત્રણેય પક્ષોએ પૂરી તાકાત લગાવી દીધી હતી અને પ્રચાર દરમિયાન ત્રણેય પક્ષોના મોભીઓ તથા શીર્ષ નેતાઓએ ભાડથર વિસ્તારમાં ધામા નાખ્યા હતા.

આ બેઠક પર સત્તાપલટો થતાં પંથકમાં 'આપ'ના કાર્યકરો દ્વારા વિજય સરઘસ કાઢી ઉજવણી કરવામાં આવી હતી.

You may also like

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!