ગાંધીનગરમાં ગરબાના પંડાલમાં 'તિલક' અભિયાન દરમિયાન બે વિધર્મી ઝડપાયા Oct 13, 2026 ગાંધીનગર,શંકાસ્પદ યુવકો પકડાતા સ્થળ પર ભારે હોબાળો, પોલીસ હવાલે કરાયાગાંધીનગરના ગરબા ગ્રાઉન્ડમાં પ્રવેશતા ખેલૈયાઓને તિલક કરીને અંદર પ્રવેશ આપવા માટે ચલાવવામાં આવી રહેલા વિશેષ ‘તિલક કાર્યક્રમ’ દરમિયાન એક બે વિધર્મી યુવકો ઝડપાઈ જતાં સ્થળ પર ઉત્તેજના વ્યાપી ગઈ હતી.ગાંધીનગરમાં આયોજિત ગરબા મહોત્સવ સ્થળે આયોજકો દ્વારા પ્રવેશદ્વાર પર આવનાર દરેક વ્યક્તિનું તિલક કરી સ્વાગત કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન બે યુવકની વર્તણૂક અને ઓળખ અંગે આયોજકોને શંકા જતાં તેની પૂછપરછ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તે વિધર્મી હોવાનું સામે આવતા ગરબા પરિસરમાં ભારે હોબાળો મચી ગયો હતો. સ્થાનિક લોકો અને આયોજકોએ તાત્કાલિક બે યુવકને પકડી પાડી ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્થાનિક પોલીસ કાફલો તુરંત સ્થળ પર દોડી આવ્યો હતો અને યુવકોને કબ્જામાં લીધા હતા. Previous Post Next Post