સુરક્ષા ભેદી જંતર-મંતરમાં ઘૂસતા CJP નેતાઓની તાબડતોબ અટકાયત Oct 13, 2026 નવી દિલ્હી,પોલીસે દાસ અને રાંકાની અટકાયત કરી; અગાઉ 10મીએ એરપોર્ટ પરથી પણ રવાના કરાયા હતાકેન્દ્ર સરકાર દ્વારા જંતર-મંતરને પ્રદર્શન સ્થળોની સત્તાવાર યાદીમાંથી હટાવી દેવામાં આવ્યું હોવા છતાં, કડક સુરક્ષા વ્યવસ્થાને ચકમો આપીને કોકરોચ જનતા પાર્ટીના નેતાઓ અંદર પ્રવેશી ગયા હતા. સવારે આશરે 9:00 વાગ્યે CJPના નેતાઓ સૌરવ દાસ અને આશુતોષ રાંકા પોતાના કેટલાક કાર્યકરો સાથે અચાનક જંતર-મંતર પરિસરમાં દાખલ થયા હતા અને વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું.CJPના નેતાઓએ ત્યાં પહોંચીને રાષ્ટ્રધ્વજ અને પોતાની પાર્ટીનો ઝંડો લહેરાવી "જ્ઞાનેશ કુમાર રાજીનામું આપો"ના તીવ્ર નારા લગાવ્યા હતા. અટકાયત થાય તે પહેલાં આશુતોષ રાંકાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ પ્રદર્શનનો વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. પરિસરમાં નારેબાજી શરૂ થતાં જ ત્યાં તૈનાત દિલ્હી પોલીસે તુરંત દોડી જઈને સૌરવ દાસ તથા આશુતોષ રાંકાની અટકાયત કરી લીધી હતી. આ પહેલાં પણ 10 ઓક્ટોબરના રોજ CJPના સંયોજક અભિજિત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકા વિમાનમાંથી બહાર આવે તે પહેલાં જ દિલ્હી એરપોર્ટ પરથી અટકાયત કરી લીધી હતી. Previous Post Next Post