લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે અભિનેતા તુષાર કપૂર પાસે 5 કરોડની ખંડણીની ધમકી Nov 03, 2026 મુંબઈ,કુખ્યાત ગેંગના નામે મેસેજ મોકલવામાં આવતા મુંબઈ પોલીસ અને ફિલ્મ જગતમાં હડકંપઅભિનેતા તુષાર કપૂરને કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. અજાણ્યા શખસ દ્વારા અભિનેતા તુષાર કપૂર પાસે રૂપિયા 5 કરોડની તોતિંગ ખંડણીની માંગણી કરવામાં આવી છે અને જો આ રકમ નહીં ચૂકવવામાં આવે તો ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપવામાં આવી છે.આ ગંભીર ધમકી મળ્યા બાદ અભિનેતા તુષાર કપૂર અને તેમના પરિવારમાં ભારે ચિંતા તેમજ ભયનું વાતાવરણ છવાઈ ગયું છે. આ મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુંબઈ પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે ગુનો નોંધીને ઉચ્ચસ્તરીય તપાસ શરૂ કરવામાં આવી છે. સાયબર ક્રાઈમ અને પોલીસની વિશેષ ટીમો દ્વારા ધમકીભર્યા મેસેજ મોકલનારનું લોકેશન તથા આઈપી એડ્રેસ ટ્રેસ કરવાની કવાયત તેજ કરવામાં આવી છે, તેમજ અભિનેતાની સુરક્ષા વ્યવસ્થા પણ વધારી દેવામાં આવી છે. Previous Post Next Post