બેંકોમાં ₹10-20ની કડકડતી નોટોની ભારે માંગ: અછતથી ગ્રાહકો-બેંકરો આમને-સામને Nov 03, 2026 અમદાવાદ,અપૂરતો પુરવઠો મળતા તહેવાર અને લગ્નસરાની મોસમમાં કરન્સીની ભારે અછત સર્જાઈશહેરમાં તહેવારો અને આગામી લગ્નસરાની મોસમને ધ્યાનમાં રાખીને કરન્સીની માંગમાં તોતિંગ વધારો થયો છે, પરંતુ સ્થાનિક બેંકોમાં નવી નોટોનો જથ્થો હજુ સુધી ન પહોંચતા ગ્રાહકો અને બેંક કર્મચારીઓ વચ્ચે ભારે ગણગણાટ અને અસંતોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ₹10 અને ₹20 ની નવી કડકડતી નોટોની બજારમાં જબરી ડિમાન્ડ ઊભી થઈ છે, પરંતુ બેંકો પાસે પૂરતો જથ્થો ન હોવાના કારણે ગ્રાહકોને ખાલી હાથે પરત ફરવું પડી રહ્યું છે.શહેરની માત્ર એકાદ-બે મુખ્ય બેંકની શાખાઓને જ રિઝર્વ બેંક કે કરન્સી ચેસ્ટમાંથી નવી નોટોનો જથ્થો મળ્યો છે, અને તે પણ માંગની સરખામણીએ અત્યંત અપૂરતો છે. મોટાભાગની બેંકોમાં નવી નોટોની આવક નગણ્ય હોવાથી બેંકરો પણ ગ્રાહકોને સંતોષકારક જવાબ આપી શકતા નથી. નાગરિકો અને વેપારીઓમાં તંત્રની આ ઢીલી નીતિ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. Next Post