અમદાવાદ આગકાંડમાં રાજકોટના વકીલ પરિવારના એન્જિનિયર પુત્રનું મૃત્યુ Nov 03, 2026 રાજકોટ/અમદાવાદ,થલતેજના મેગ્નેટ કોર્પોરેટ હાઉસમાં ફાટી નીકળેલી આગથી બચવા નીચે કૂદતાં માથામાં ગંભીર ઈજા થવાથી નીપજ્યું મોતઅમદાવાદના થલતેજ વિસ્તારમાં આવેલા 'મેગ્નેટ કોર્પોરેટ હાઉસ'માં સર્જાયેલી આગની ભીષણ દુર્ઘટનામાં રાજકોટના જાણીતા એડવોકેટ રાજેશ પટેલના પુત્ર અને એડવોકેટ ચંદ્રકાન્ત પટેલ, બિનેશ પટેલ તેમજ હરેશ પટેલના ભત્રીજા એવા હોનહાર એન્જિનિયર યુવક રચિતનું અમદાવાદના મેગ્નેટ કોર્પોરેટ હાઉસમાં કામકાજ દરમિયાન લાગેલી ભયાનક આગ વચ્ચે કમનસીબ મૃત્યુ થયું છે. બિલ્ડિંગમાં આગ ફાટી નીકળતાં અને કાળઝાળ ધુમાડો ફેલાતાં જીવ બચાવવાના આખરી પ્રયાસરૂપે યુવક ઉપરના ભાગેથી નીચે કૂદી પડ્યો હતો. નીચે પટકાતાં તેના માથાના ભાગે અત્યંત ગંભીર ઈજાઓ પહોંચવાના કારણે તેનું નીપજ્યું હતું.આ કરુણ દુર્ઘટનાને પગલે રાજકોટ સ્થિત પટેલ પરિવાર પર વજ્રાઘાત થયો છે. મૃતક યુવકની અંતિમયાત્રા આજે સાંજે રાજકોટ ખાતે તેના નિવાસસ્થાનેથી નીકળશે. Previous Post Next Post