રાજકોટ મનપાનો રૂ. ૧૦૦ કરોડથી વધુનો મિલકત વેરો બાકી, નાના બાકીદારોની મિલકતો સીલ

રાજકોટ મનપાનો રૂ. ૧૦૦ કરોડથી વધુનો મિલકત વેરો બાકી, નાના બાકીદારોની મિલકતો સીલ

રાજકોટ,

કાયદાકીય મર્યાદા દર્શાવી સરકારી મિલકતો સામે તંત્ર લાચાર

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બાકી મિલકત વેરાની વસુલાત અંગે અપનાવવામાં આવતી બેવડી નીતિ સામે વિરોધનો સૂર ઊઠ્યો છે. મનપા તંત્ર સામાન્ય નાગરિકો કે નાના મિલકતધારકોનો થોડો પણ વેરો બાકી હોય તો તુરંત સીલ મારવા અથવા નળ કનેક્શન કાપવા જેવી કડક આકરા પાણીએ કાર્યવાહી કરે છે. બીજી તરફ, શહેરની વિવિધ સરકારી મિલકતો અને કચેરીઓ પાસેથી જ મહાનગરપાલિકાનો રૂ. ૧૦૦ કરોડથી પણ વધુ રકમનો માતબર મિલકત વેરો બાકી બોલે છે, છતાં તેમની સામે તંત્ર લાચાર સાબિત થઈ રહ્યું છે.

મનપાના વેરા વિભાગ અને વેરા મેનેજર દ્વારા આપેલા ખુલાસા મુજબ, નિયમો અને કાયદાકીય જોગવાઈઓને કારણે સરકારી મિલકતો કે કચેરીઓને સીલ કરી શકાતી નથી. આવી મિલકતો સામે આકરાં પગલાં લેવા માટે તંત્ર પાસે કોઈ સ્પષ્ટ મજબૂત કાયદાકીય સત્તા કે સીલિંગની જોગવાઈ હોતી નથી. જેને પગલે મનપા માત્ર પત્રવ્યવહાર અને નોટિસો મોકલીને સંતોષ માની રહી છે.

વહીવટીતંત્રની આ લાચારીને લીધે રાજકોટના  કરદાતાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

You may also like

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

દિલ્હીમાં ૩ વર્ષનો રેકોર્ડ તૂટતાં લઘુત્તમ તાપમાન ૧૫.૩ ડિગ્રી નોંધાયું

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

સાબરમતી જેલમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને કડક સુરક્ષા હેઠળ બ્લોક-૨૦૦માં ખસેડાયો

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

બિગ બોસમાંથી વિદાઇ બાદ મેરી કોમ ઘરના સભ્યો પર ભડક્યા

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!

દ્વારકા અને પોરબંદર પંથકમાંથી મગફળી ગાયબ: ભડકે બળશે સીંગતેલના ભાવ!