દેશની સૌથી ધનિક સુરત મનપાની એક આંગણવાડી 10 વર્ષથી ભાડાના મકાનમાં ચાલે છે

દેશની સૌથી ધનિક સુરત મનપાની એક આંગણવાડી 10 વર્ષથી ભાડાના મકાનમાં ચાલે છે

સુરત,

મૂળભૂત સુવિધાઓના અભાવે બાળકો ઓસરીમાં ભણવા મજબૂર

દેશની સૌથી ધનિક મહાનગરપાલિકાઓમાં ગણના પામતી સુરત મહાનગરપાલિકાની બામરોલી વિસ્તારમાં આવેલી આંગણવાડી છેલ્લા ૧૦ વર્ષથી પોતાના સ્વતંત્ર મકાનના અભાવે ભાડાની જગ્યામાં ચાલી રહી છે. સ્માર્ટ સિટી અને અબજો રૂપિયાના બજેટના દાવાઓ વચ્ચે ધનિક મનપા પાસે ભૂલકાંઓના ભવિષ્ય અને પાયાના શિક્ષણ માટે યોગ્ય ભંડોળ કે સુવિધાઓ ન હોવાનો પર્દાફાશ થયો છે.

સ્થાનિક તંત્ર અને સંચાલકોની ઘોર ઉપેક્ષાને કારણે બામરોલીની આંગણવાડીમાં પૂરતી જગ્યા, પીવાના શુદ્ધ પાણી કે યોગ્ય શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓ પણ ઉપલબ્ધ ન હોવાથી ભૂલકાંઓને ના છૂટકે બહાર ઓસરીમાં (વરંડામાં) બેસીને ભણવાની ફરજ પડી રહી છે. વારંવારની રજૂઆતો છતાં મનપાના સત્તાધીશો દ્વારા આંગણવાડી માટે કાયમી સરકારી મકાન કે સુવિધાઓ ફાળવવામાં ન આવતા સ્થાનિક રહીશો અને વાલીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે.

You may also like

બનાસકાંઠામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશ્વની સૌથી મોટી ઐતિહાસિક ખાટલા સભા

બનાસકાંઠામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશ્વની સૌથી મોટી ઐતિહાસિક ખાટલા સભા

દેશની સૌથી ધનિક સુરત મનપાની એક આંગણવાડી 10 વર્ષથી ભાડાના મકાનમાં ચાલે છે

દેશની સૌથી ધનિક સુરત મનપાની એક આંગણવાડી 10 વર્ષથી ભાડાના મકાનમાં ચાલે છે

મહાકાલની સાથે અજમેર શરીફ અને બંગલા સાહિબ પણ જઈશ: સારા અલી ખાન લાલઘુમ

મહાકાલની સાથે અજમેર શરીફ અને બંગલા સાહિબ પણ જઈશ: સારા અલી ખાન લાલઘુમ

ગુજરાતમાં આગામી બે દિવસ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી

ગુજરાતમાં આગામી બે દિવસ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી