બનાસકાંઠામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશ્વની સૌથી મોટી ઐતિહાસિક ખાટલા સભા

બનાસકાંઠામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશ્વની સૌથી મોટી ઐતિહાસિક ખાટલા સભા

ભીલડી,

ભીલડીમાં રૂ. ૩૨૫ કરોડના અદ્યતન પશુ સંવર્ધન કેન્દ્રનું લોકાર્પણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના બે દિવસીય ગુજરાત પ્રવાસ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતે પહોંચ્યા છે. આ પ્રસંગે વડાપ્રધાને બનાસકાંઠાની ધરતીના અને અહીંના લોકોના ઉત્સાહના મુક્તકંઠે વખાણ કર્યા હતા. સભા સ્થળે ગ્રામીણ શૈલીમાં ગોઠવવામાં આવેલી વિશાળ ખાટલા બેઠક વ્યવસ્થાને જોઈને તેમણે ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે, દુનિયામાં કદાચ આટલી મોટી અને અનોખી 'ખાટલા સભા' ક્યારેય યોજાઈ નહીં હોય, જેમાં બનાસકાંઠાએ ખરેખર વટ પાડી દીધો છે.

વડાપ્રધાન દ્વારા બનાસ ડેરી સંચાલિત રૂ. ૩૨૫ કરોડના ખર્ચે નિર્માણ પામેલા અદ્યતન પશુ સંવર્ધન કેન્દ્ર અને ET IVF લેબનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ મંચ પરથી જ તેમણે દેશભરના કરોડો અન્નદાતાઓ માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો ૨૪મો હપ્તો સત્તાવાર રીતે જાહેર કર્યો હતો. ડીસા એરપોર્ટ પર રોડ શો બાદ ભીલડી પહોંચેલા વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ બાદ વડાપ્રધાન મોદી કેવડિયા (એકતા નગર) જવા રવાના થયા હતા, જ્યાં તેઓ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી, નર્મદા આરતી અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આયોજિત એકતા પરેડમાં વિશેષ હાજરી આપશે.

You may also like

કરાચી પોર્ટ પર ૭ મહિનાથી કેદ ૬ ભારતીય ખલાસીઓના પાસપોર્ટ જપ્ત

કરાચી પોર્ટ પર ૭ મહિનાથી કેદ ૬ ભારતીય ખલાસીઓના પાસપોર્ટ જપ્ત

બનાસકાંઠામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશ્વની સૌથી મોટી ઐતિહાસિક ખાટલા સભા

બનાસકાંઠામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિશ્વની સૌથી મોટી ઐતિહાસિક ખાટલા સભા

દેશની સૌથી ધનિક સુરત મનપાની એક આંગણવાડી 10 વર્ષથી ભાડાના મકાનમાં ચાલે છે

દેશની સૌથી ધનિક સુરત મનપાની એક આંગણવાડી 10 વર્ષથી ભાડાના મકાનમાં ચાલે છે

મહાકાલની સાથે અજમેર શરીફ અને બંગલા સાહિબ પણ જઈશ: સારા અલી ખાન લાલઘુમ

મહાકાલની સાથે અજમેર શરીફ અને બંગલા સાહિબ પણ જઈશ: સારા અલી ખાન લાલઘુમ