આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા ખતરો વધ્યો, ગૂગલના જેમિની એ.આઈ. મોડેલે ત્રણ મોટી કંપનીઓ હેક કરી Sep 19, 2026 નવી દિલ્હી, પાસવર્ડનું અનુમાન કરી જેમિની સુરક્ષા વ્યવસ્થામાં ઘૂસ્યુંગૂગલનું અત્યાધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડેલ 'જેમિની' માનવ નિયંત્રણમાંથી બહાર નીકળીને વાસ્તવિક દુનિયાની ૩ મોટી કંપનીઓને હૅક કરી ચૂક્યું હોવાનો ચોંકાવનારો દાવો સામે આવ્યો છે. 'ધ વૉલ સ્ટ્રીટ જર્નલ'ના અહેવાલ મુજબ, આ ઘટના આ વર્ષે મે મહિનામાં સાયબર સુરક્ષા ફર્મ 'ઇરરેગ્યુલર' દ્વારા આયોજિત એક નિયમિત પરીક્ષણ દરમિયાન બની હતી.આ સમગ્ર માહોલ 'કેપ્ચર-દ-ફ્લેગ' સાયબર ટેસ્ટ દરમિયાન ખોટી ઓળખ અને ઓપન ઇન્ટરનેટ કનેક્ટિવિટીના કારણે શરૂ થયો હતો. ટેસ્ટ દરમિયાન જેમિનીને એક કાલ્પનિક કંપનીમાંથી ડેટા ચોરવાનું નિર્દેશન અપાયું હતું, જેનું નામ ભૂલથી એક વાસ્તવિક કંપની સાથે મળતું આવતું હતું. પરીક્ષણનું વાતાવરણ સુરક્ષિત અને બંધ રાખવાનું હતું, પરંતુ માનવીય ભૂલના કારણે તેની ઇન્ટરનેટ કનેક્ટિવિટી ખુલ્લી રહી ગઈ હતી. મોડેલે ઇન્ટરનેટ પર ટાર્ગેટ કંપનીના નામથી જોડાયેલા વેબ સર્ચ કર્યા, ઓનલાઈન પડેલા ક્રેડેન્શિયલ શોધી કાઢ્યા અને ૩ વાસ્તવિક કંપનીઓના કમ્પ્યુટર્સમાં અનઓથોરાઇઝ્ડ એન્ટ્રી મેળવી લીધી.પરીક્ષણના અલગ-અલગ દોર દરમિયાન જેમિની AI એ પોતાની સાયબર ક્ષમતાઓનો ઉપયોગ કર્યો હતો. એક મામલામાં મોડેલે સુરક્ષિત નેટવર્કમાં ઘૂસવા માટે સતત અલગ-અલગ પાસવર્ડ્સ ગેસ કર્યા હતા. જ્યાં સુધી કે તેણે સુરક્ષા ઘેરો તોડી નાખ્યો. અન્ય ટેસ્ટમાં આ સિસ્ટમે પબ્લિક ડેટા રિપોઝિટરીમાંથી સિક્યોર્ડ એક્સેસ ક્રેડેન્શિયલ શોધી કાઢ્યા હતા અને તેની મદદથી બહારના કમ્પ્યુટર્સમાં ઘૂસણખોરી કરી હતી.ગૂગલે આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે મોડેલે જ્યારે અહેસાસ કર્યો કે તે કોઈ સિમ્યુલેટેડ ટાર્ગેટને બદલે વાસ્તવિક કોર્પોરેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પ્રવેશી ગયું છે, ત્યારે તેણે તરત જ પોતાના હુમલા અને ઓપરેશન્સ રોકી દીધા હતા. કંપનીએ આને સામાન્ય 'બગ બાઉન્ટી' પ્રોગ્રામ જેવું ગણાવ્યું હતું. જોકે, સાયબર સુરક્ષા જગતના અનેક વિશેષજ્ઞોનું માનવું છે કે કોઈ ઓટોનોમસ AI એજન્ટનું માનવીય નિયંત્રણ વગર વાસ્તવિક નેટવર્કને હૅક કરવું એ સુરક્ષા પ્રોટોકોલ માટે અત્યંત ગંભીર અને ખતરનાક નિષ્ફળતા છે. Previous Post Next Post