એરપોર્ટ પર ચહેરો જ બનશે પાસપોર્ટ: ફેસ રેકગ્નિશન સિસ્ટમનો પ્રારંભ Nov 02, 2026 નવી દિલ્હી,આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં પાસપોર્ટ બતાવવાની ઝંઝટમાંથી મુક્તિનાગરિક ઉડ્ડયન મંત્રાલય અને 'ડિજી યાત્રા ફાઉન્ડેશન' દ્વારા આધુનિક ઈ-ગેટ ટેકનોલોજીનો વ્યાપ વધારવામાં આવ્યો છે, જે હવે સ્થાનિક ફ્લાઇટ્સની સાથે-સાથે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે પણ શરૂ કરવામાં આવી રહી છે.આ નવી સિસ્ટમ હેઠળ મુસાફરનો ચહેરો જ તેનું પ્રાથમિક ઓળખ કાર્ડ અને બોર્ડિંગ પાસ બની જશે. ફેસ રેકગ્નિશન (ચહેરાની ઓળખ) ટેકનોલોજી પર આધારિત આ પદ્ધતિમાં એરપોર્ટના એન્ટ્રી ગેટ, સિક્યુરિટી ચેકપોઇન્ટ અને બોર્ડિંગ ગેટ પર હાઇ-ટેક કેમેરાથી સજ્જ બાયોમેટ્રિક ઈ-ગેટ લગાવવામાં આવ્યા છે. જ્યારે મુસાફર આ ગેટ પાસે પહોંચે છે, ત્યારે કેમેરા તેમના ચહેરાને સ્કેન કરે છે અને સિસ્ટમમાં રહેલા ડેટા સાથે ચહેરો મેચ થતાં જ ઈ-ગેટ આપમેળે ખુલી જાય છે, જેનાથી મુસાફર વિના વિલંબ આગળ વધી શકે છે. આ ડિજિટલ ક્રાંતિથી હવે વિદેશ પ્રવાસ કરતા મુસાફરોનો સમય બચશે અને એરપોર્ટ પરની મુસાફરી અત્યંત સરળ તથા વેગીલી બનશે. Previous Post Next Post