ઝારખંડના પોલીસ સ્ટેશનમાં જ યુવતી પર દુષ્કર્મ: ૧૫ પોલીસકર્મી સસ્પેન્ડ, ૩ની ધરપકડ Nov 02, 2026 રાંચી,એસઆઇટી દ્વારા સઘન તપાસ શરૂઝારખંડના સરાયકેલા-ખરસાવા જિલ્લામાં આવેલા ગમરિયા પોલીસ સ્ટેશનની અંદર જ ૨૦ વર્ષીય યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના બનતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. આ બનાવ ગત ૨૯ ઓક્ટોબરે બન્યો હતો. પીડિતાએ પોલીસ સમક્ષ કરેલી રજૂઆત મુજબ, ગુરુવારે સાંજે તેનો તેના પતિ સાથે સામાન્ય બાબતે ઝઘડો થયો હતો. પતિ દ્વારા મારઝૂડ કરવામાં આવશે તેવી બીકથી તે ઘર છોડીને બહાર નીકળી એક પડોશીના ઘરે જઈને પોલીસનો સંપર્ક સાધ્યો હતો. પીસીઆર વાન મહિલાને ગમરિયા પોલીસ સ્ટેશને લઈ ગઈ હતી. પોલીસ સ્ટેશનમાં ફરજ પર રહેલા સ્ટાફે તેને રાત્રે આરામ કરવા માટે સ્ટેશનની અંદર જ એક અલગ રૂમ ફાળવ્યો હતો. મોડી રાત્રે જ્યારે તે રૂમમાં હતી ત્યારે કેટલાક પોલીસકર્મીઓએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બાદ ત્વરિત અને કડક પગલાં લેતાં ગમરિયા પોલીસ સ્ટેશનના સ્ટેશન ઇન્ચાર્જ સહિત કુલ ૧૫ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ કેસમાં કસૂરવાર ઠરેલા વાયરલેસ ઓપરેટર સહિત ૩ મુખ્ય આરોપી પોલીસકર્મીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. વિપક્ષી ભાજપ દ્વારા હેમંત સોરેન સરકાર પર કાયદો અને વ્યવસ્થાના મુદ્દે આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. Previous Post Next Post