બિહારમાં ચૂંટણી જીત્યાના 72 કલાકમાં જ અપક્ષ MLC ના કેસરિયા Nov 02, 2026 પટના,આરજેડી અને જન સુરાજ પાર્ટીએ કાનૂની લડાઈ લડવાની આપી ચીમકીબિહાર વિધાન પરિષદની ચૂંટણીના પરિણામો જાહેર થયાના માત્ર 72 કલાકની અંદર જ અપક્ષ ઉમેદવાર તરીકે વિજય મેળવનાર બે નવા વિધાન પરિષદો સીધા ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ જતા રાજકીય વાતાવરણ ગરમાઈ ગયું છે અને વિપક્ષી પક્ષોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.શનિવારે તિરુહત સ્નાતક બેઠક પરથી વિજય મેળવનાર બંશીધર બ્રજવાસી અને સારણ શિક્ષક બેઠક પરથી જીત હાંસિલ કરનાર રાહુલ રાજે ભાજપના કાર્યાલય ખાતે પહોંચીને સત્તાવાર રીતે પક્ષની સદસ્યતા સ્વીકારી લીધી હતી. આ બંને નેતાઓએ ભાજપના સભ્યપદની પર્ચીઓ હાથમાં પકડીને સાર્વજનિક રૂપે ફોટા પણ પડાવ્યા હતા.આરજેડીના નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવ તેમજ પ્રશાંત કિશોરની 'જન સુરાજ' પાર્ટી દ્વારા આ પગલાને બંધારણની 10મી અનુસૂચિ એટલે કે પક્ષપલટા વિરોધી કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન ગણાવવામાં આવ્યું છે. આ મામલે વિધાન પરિષદના સભાપતિ (ચેરમેન) અને ચૂંટણી પંચનો સંપર્ક કરવાની સાથે કાનૂની લડાઈ લડીને કોર્ટમાં જવાની ચીમકી પણ ઉચ્ચારી છે. Next Post