પંજાબમાં 24 કલાકમાં AAPના ત્રણ ધારાસભ્યોના કેસરિયા

પંજાબમાં 24 કલાકમાં AAPના ત્રણ ધારાસભ્યોના કેસરિયા

ચંદીગઢ,

પૂર્વ IPS કુંવર વિજય પ્રતાપ સિંહ સહિતના ધારાસભ્યોના પક્ષપલટાથી  માન સરકાર મુશ્કેલીમાં

પંજાબ આમ આદમી પાર્ટીને માત્ર 24 કલાકના ટૂંકા સમયગાળામાં એક પછી એક મોટા ઝટકા લાગ્યા છે. અમૃતસર નોર્થના ધારાસભ્ય અને જાણીતા પૂર્વ IPS અધિકારી કુંવર વિજય પ્રતાપ સિંહે પંજાબ વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપી વિધાનસભા અધ્યક્ષ કુલતાર સિંહ સંધવાં સમક્ષ મોકલી આપ્યું છે.

આ અગાઉ રવિવારે જ સમાના બેઠકના ધારાસભ્ય ચેતન સિંહ જોડામાજરા અને સનોર બેઠકના ધારાસભ્ય હરમીત સિંહ પઠાનમાજરાએ પણ પક્ષ અને ધારાસભ્યપદેથી રાજીનામા ધરી દીધા હતા. આ ત્રણેય નેતાઓ રાજીનામા બાદ તરત જ ભાજપના કાર્યાલયે પહોંચ્યા હતા અને ભારતીય જનતા પાર્ટીનો ખેસ ધારણ કરી લીધો હતો. કુંવર વિજય પ્રતાપ સિંહ લાંબા સમયથી પોતાની જ સરકારની કાર્યશૈલી અને નીતિઓ સામે જાહેરમાં અવાજ ઉઠાવી રહ્યા હતા. છેલ્લા 24 કલાકમાં ત્રણ ધારાસભ્યોના રાજીનામા અને ભાજપમાં જોડાવાની આ ઘટનાથી ભગવંત માન સરકાર સામે રાજકીય સંકટ વધુ ઘેરૂ બન્યું છે.

You may also like

બિહારમાં ચૂંટણી જીત્યાના 72 કલાકમાં જ અપક્ષ MLC ના કેસરિયા

બિહારમાં ચૂંટણી જીત્યાના 72 કલાકમાં જ અપક્ષ MLC ના કેસરિયા

ઝારખંડના પોલીસ સ્ટેશનમાં જ યુવતી પર દુષ્કર્મ: ૧૫ પોલીસકર્મી સસ્પેન્ડ, ૩ની ધરપકડ

ઝારખંડના પોલીસ સ્ટેશનમાં જ યુવતી પર દુષ્કર્મ: ૧૫ પોલીસકર્મી સસ્પેન્ડ, ૩ની ધરપકડ

એરપોર્ટ પર ચહેરો જ બનશે પાસપોર્ટ: ફેસ રેકગ્નિશન સિસ્ટમનો પ્રારંભ

એરપોર્ટ પર ચહેરો જ બનશે પાસપોર્ટ: ફેસ રેકગ્નિશન સિસ્ટમનો પ્રારંભ

પંજાબમાં 24 કલાકમાં AAPના ત્રણ ધારાસભ્યોના કેસરિયા

પંજાબમાં 24 કલાકમાં AAPના ત્રણ ધારાસભ્યોના કેસરિયા